________________
૨૧૦ } n o શ ર ર ર ર ર ર ર | ફૂલ-આમ સ્તકાલય સમભિત્તિની જેમ ૧૬,૦૦૦યોજનની ઊંચાઈ સુધી સ્થિત રહે છે. તેને જ લવણ સમુદ્રની જલશિખા અથવા દગમાળા કહે છે. જલશિખાથી લવણ સમુદ્રના બે વિભાગ થાય છે. જંબુદ્વીપ તરફનોવિભાગ આવ્યેતર લવણ સમુદ્ર અને ધાતકીખંડ તરફનો વિભાગ બાહ્ય લવણ સમુદ્ર કહેવાય છે. ભરતી-ઓટ– ચાર મહાપાતાળ કળશો અને ૭૮૮૪ લઘુ પાતાળ કળશોના નીચેના ભાગમાં રહેલો વાયુ જ્યારે કુંભિત થાય ત્યારે તે વાયુ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, ઉપર આવવાનો કોઈ માર્ગ ન હોવાથી તે મધ્યભાગના પાણીને ધક્કો મારે છે. મધ્ય ભાગનું પાણી ઉપરના પાણીને ધક્કો મારીને ઉપર ઉછાળે છે. તે કળશોનું પાણી પરંપરાએ ઉપરના સમુદ્રના પાણીને ઉછાળે છે, તેથી લવણ સમુદ્રની ૧૬૦૦૦યોજનની જલશિખાનું પાણી બે ગાઉ–અર્ધા યોજન ઉપર જાય છે. જલશિખામાં જલવૃદ્ધિ થવાથી સંપૂર્ણ લવણ સમુદ્રમાં ખળભળાટ થઈ જાય છે. તે પાણી બૂઢીપ અને ધાતકીખંડ તરફ વહેતું વહેતું વધતું જાય છે. તેને આપણે ભરતી કહીએ છીએ અને જ્યારે વાયુનો સંક્ષોભ શાંત થાય, ક્રમશઃ તે પાણીનો ખળભળાટ શમી જાય તેને આપણે ઓટ કહીએ છીએ. ભરતી-ઓટનો સમય- પ્રાયઃ દિવસમાં બે વાર અને આઠમ, ચૌદસ, પૂનમ તથા અમાસના દિવસે વિશેષરૂપે ભરતી-ઓટ થાય છે. વેલંધર-અનુવલંધર દેવો- લવણ સમુદ્રની થતી જલવૃદ્ધિને વેલંધર અને અનુલંધર જાતિના નાગકુમાર દેવો મોટા મોટા કડછા વડે નિરંતર દબાવે છે. તેમાં જેબૂદ્વીપ તરફ આગળ વધતા પાણીને ૪૨, ૦૦૦ દેવો, ધાતકીખંડ તરફ આગળ વધતા પાણીને ૭૨,૦૦૦ દેવો અને ઉપર ઉછળતા પાણીને ૬૦,૦૦૦ દેવો દબાવે છે. જો નાગકુમાર દેવો આ કાર્ય ન કરે, તો સમુદ્રનું જલ એક જ સપાટામાં અનેક નગરોને જલમય બનાવી શકે છે પરંતુ અનાદિ સિદ્ધ લોક સ્વભાવથી, ચતુર્વિધ સંઘના પુણ્ય પ્રભાવથી અને વેલંધર જાતિના દેવોની સતત કાર્યશીલતાથી સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. લવણ સમુદ્રના ચંદ્રસૂર્ય વિમાનો- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય અને તેના પરિવાર રૂ૫ ૧૧ર ગ્રહ, ૩પર નક્ષત્રો અને ર,૭,૯૦૦ ક્રોડાક્રોડી તારા છે. તે નિરંતર પરિભ્રમણ કરતા હોવાથી લવણ સમુદ્રમાં રાત-દિવસ થાય છે. લવણ સમુદ્રના અધિપતિ-સુસ્થિત નામના વ્યંતર દેવ છે. લવણ સમુદ્રની વિશેષતાઃ- (૧) અન્ય સર્વ સમુદ્રોની ઊંડાઈ સર્વત્ર ૧૦૦૦ યોજનની છે, લવણ સમુદ્રની ઊંડાઈ ક્રમશઃ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org