________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ક ક ક ક
૨૦૫
ઉત્તર– નારકીમાં પ્રથમ ચાર સમુદ્દાત; દેવતાના તેર દંડકમાં પ્રથમ પાંચ; વાયુકાયમાં પ્રથમ ચા૨; શેષ ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં પ્રથમ ત્રણ; તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ પાંચ અને મનુષ્યોમાં પ્રથમ છ છાઘસ્થિક સમુદ્દાત હોય છે. પ્રશ્ન-૫ : છ સમુદ્દાત દ્વારા સમવહત થયેલો જીવ કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે ? કેટલા ક્ષેત્રને સ્પષ્ટ કરે છે ?
ઉત્તર– વેદના અને કષાય સમુદ્દાતથી સમવહત થયેલા જીવના આત્મપ્રદેશો પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ ક્ષેત્રની છ એ દિશાઓમાં વ્યાપ્ત થાય છે. તે બંને સમુદ્દાતમાં છએ દિશામાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આત્મ પ્રદેશો ફેલાય છે.
મારણાંતિક સમુદ્દાતથી સમવહત થયેલો જીવ પોતાના ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશોને ફેલાવે છે તેથી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન સુધીનું ક્ષેત્ર એક જ દિશામાં વ્યાપ્ત થાય છે અને સ્પષ્ટ થાય છે.
મારણાંતિક સમુદ્દાતથી સમવહત થયેલો નારકી જઘન્ય સાધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને એક જ દિશામાં વ્યાપ્ત કરે છે. શેષ ૨૩ દંડકના જીવોનું મારણાંતિક સમુદ્દાતનું ક્ષેત્ર સમુચ્ચય જીવોની સમાન છે.
વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયેલો જીવ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં વાયુકાયિક જીવો વૈક્રિય સમુદ્દાત દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને એક જ દિશામાં વ્યાપ્ત કરે છે. શેષ નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, સ્પષ્ટ કરે છે. નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાય એક જ દિશાના ક્ષેત્રને તથા મનુષ્ય અને દેવતા એક દિશા અથવા સર્વ દિશા-વિદિશાના ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. તૈજસ સમુદ્દાતથી સમવહત થયેલો જીવ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, સ્પષ્ટ કરે છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયના તૈજસ સમુદ્દાત જન્મ પુદ્ગલો કોઈ પણ એક દિશામાં અને મનુષ્યો અને દેવના તૈજસ સમુદ્દાત જન્મ પુદ્ગલો એક દિશામાં અથવા અને દિશા-વિદિશામાં વ્યાપ્ત થાય છે. આહારક સમુદ્દાતથી સમવહત થયેલો સમુચ્ચય જીવ અને મનુષ્ય પહોળાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org