________________
(૨૦૦ ર થ દ ધ 0 0 0 0 0 0 કૂિલ-આમ સ્તોકાલય અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને એક દિશામાં વ્યાપ્ત કરે છે. પ્રશ્ન-૬ઃ છ છવાસ્થ સમુદ્દઘાતથી સમવહત થયેલા જીવો ઉપરોક્ત ક્ષેત્રને કેટલા કાલમાં વ્યાપ્ત કરે છે? ઉત્તર– મારણાંતિક સમદઘાતથી સમવહત થયેલા જીવો પોતાના ક્ષેત્રને જઘન્ય એક, બે, ત્રણ સમય અને ઉત્કૃષ્ટ ચાર સમયમાં વ્યાપ્ત કરે છે. શેષ પાંચ સમુદ્દઘાતથી સમવહત થયેલા જીવ પોત-પોતાના ક્ષેત્રને જઘન્ય એક કે બે સમયમાં અને ઉત્કૃષ્ટ ત્રણ સમયમાં વ્યાપ્ત કરે છે. પ્રશ્ન-૭ઃ છવસ્થ સમુદ્દઘાતમાં જીવ કેટલા કાલ સુધી નિરંતર કર્મ પુદ્ગલોને બહાર કાઢે છે? ઉત્તર-છદ્મસ્થ સમુઘાતથી સમવહત જીવ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી નિરંતર કર્મપુગલોને પોતાના આત્મપ્રદેશોથી બહાર કાઢે છે. પ્રશ્ન-૮ઃ છવસ્થ સમુદ્દઘાત કરનાર જીવને કેટલી કિયા લાગે છે? ઉત્તર– છદ્મસ્થ સમુઘાત કરનાર જીવને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે જ છે અને જો સમુદ્યાત કરનાર જીવના સમુદ્રઘાતજન્ય પુદ્ગલોથી અન્ય જીવોને પરિતાપના, કિલામના કે વિરાધના થાય, તો તેને ચાર કે પાંચ ક્રિયા લાગે છે.
સમુઘાતજન્ય પુદ્ગલોથી સ્પષ્ટ જીવોને સમુદ્રઘાત કરનાર જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. તે જ રીતે સમુદ્યાત કરનાર જીવ અને સમુદ્યાતજન્ય પુદ્ગલોથી સ્પષ્ટ અન્ય જીવો, તે બંને પ્રકારના જીવોના નિમિત્તથી પરંપરાએ અન્ય જીવનો ઘાત થાય, તો તે બંને પ્રકારના જીવોમાંથી કેટલાક જીવોને ત્રણ ક્રિયા, કેટલાક જીવોને ચાર ક્રિયા અને કેટલાક જીવોને પાંચ ક્રિયા લાગે છે.
[૨] લવણ સારી
(શ્રી જીવાજીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩]) લવણસમુદ્ર- જંબૂદ્વીપને ઘેરીને વલયાકારેલવણ સમુદ્ર સ્થિત છે. તેનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે. તેની પરિધિ ૧૫, ૮૧, ૧૯ યોજનથી કંઈક અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org