________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ન ર ત થ થ ી ૨૦૩ સ્થિતિ આયુષ્ય કર્મની સમાન થઈ જાય છે અને આયુષ્ય કર્મની સાથે જ તે ત્રણે કર્મો ભોગવાઈ જાય છે. પ્રશ્ન-૯ઃ કેવળી સમુઘાતની નિવૃત્તિ પછી શું કેવળી ભગવાનના યોગની પ્રવૃત્તિ થાય છે? ઉત્તર- કેવળી સમુઘાતની નિવૃત્તિ પછી અંતર્મુહૂર્તના આયુષ્યમાં કેવળી ભગવાનના ત્રણે યોગની પ્રવૃત્તિ થઈ શકે છે. મનોયોગ દ્વારા મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તર વિમાનવાસી દેવોના મનથી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે, વચન યોગના માધ્યમથી ઉપદેશ આપે અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે. કાય યોગના માધ્યમથી ગમનાગમન આદિ સંયમ સમાચારી સંબંધી પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન-૧૦ઃ કેવળી ભગવાનને મોક્ષ પ્રાપ્તિનો ક્રમ શું છે? ઉત્તર– કેવળી ભગવાન તેરમા ગુણસ્થાનના અંતે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા ચરણ દ્વારા ક્રમશઃ મનોયોગ, વચનયોગ અને કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ચોથા ચરણ દ્વારા શ્વાસોચ્છવાસ આદિ સૂક્ષ્મ અને સ્કૂલ સર્વ ક્રિયાઓનો નિરોધ કરીને આત્મપ્રદેશોને ઘનીભૂત કરે છે. શરીરના પોલાણ ભાગો પૂરિત થતાં આત્મપ્રદેશોની અવગાહના શરીરનો ત્રીજો ભાગ સંકુચિત થાય છે અને આત્મપ્રદેશો ઘનીભૂત બની જાય છે. શૈલેશીકરણ- યોગનો સંપૂર્ણ નિરોધ થતાં કેવળી ભગવાન અયોગી અવસ્થાને તેમજ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેમના આત્મપ્રદેશો સંપૂર્ણપણે નિષ્કપ થઈ જાય છે. તેની સ્થિતિ અ, ઇ, ઉં, , આ પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ કાલ પ્રમાણ છે. તે કાલ દરમ્યાન ગુણશ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે ચારે અઘાતિ કર્મો નાશ પામે છે. ઔદારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણે શરીર છૂટી જાય છે. શરીરથી અને કર્મોથી પૂર્ણપણે મુક્ત થયેલો આત્મ સિદ્ધ થાય છે.
મુક્ત થયેલો આત્મા ઋજુગતિથી, એક સમયની ગતિના કારણે અસ્પૃશગતિથી એક સમય માત્રમાં સાકારોપયોગે લોકાંતે સિદ્ધક્ષેત્રમાં સ્થિત થઈ જાય છે અને ત્યાં જ શાશ્વતકાલ પર્યત શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે.
જેમ અગ્નિમાં બળેલું બીજ અંકુરિત થતું નથી, તે જ રીતે કર્મરૂપી બીજ બળી ગયું હોવાથી સિદ્ધ ભગવાન પુનઃ જન્મ ધારણ કરતા નથી. સિદ્ધ ભગવાન અશરીરી, જીવઘન, જ્ઞાન-દર્શનયુક્ત, કૃતકૃત્ય, કર્મરૂપી રજથી રહિત હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org