________________
૨૦૨
CDC0DC0DC0D60D obcc5 CT S J C
હા C J C
વિશેષ કર્મપુદ્ગલોનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં થાય છે. આવાજીકરણ તે વિશેષ પ્રકારની ઉદીરણાની જ પ્રક્રિયા છે. પ્રત્યેક કેવળી ભગવાન આવર્જીકરણ અવશ્ય કરે છે તેથી તેને આવશ્યકકરણ પણ કહેવાય છે.
જે કેવળી ભગવાન સમુદ્દઘાત કરે છે, તે કેવળી સમુઘાત પહેલા આવર્જીકરણ કરે છે. ત્યાર પછી કેવળી સમુદ્દઘાત થાય છે. પ્રશ્ન-૮ઃ કેવળી સમુઘાતમાં કર્મક્ષયની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ઉત્તર–કેવળી સમુદ્દઘાતમાં કર્મક્ષયની પ્રક્રિયા - કેવળી ભગવાનને વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય, આ ચાર કર્મોની ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાં નામ કર્મની ૮૦ પ્રકૃતિ(શુભ નામકર્મની પર + અશુભ નામ કર્મની ૨૮), વેદનીય કર્મની શાતા અને અશાતા વેદનીય, આ બે પ્રકૃતિ, ગોત્રકર્મની ઊંચ અને નીચ ગોત્ર, આ બે પ્રકૃતિ અને મનુષ્યાયુષ્ય.
કેવળી ભગવાન કેવળી સમુદ્ધાતના પ્રથમ સમયે અશુભ નામકર્મની ૨૮ પ્રકૃતિ, અશાતાદનીય અને નીચ ગોત્ર, આ ૩૦ પ્રકૃતિઓની સ્થિતિના અસંખ્યાત ખંડ અને અનુભાગના અનંત ખંડ કરીને તેનો એક-એક ખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. બીજા સમયે શુભ નામકર્મની બાવન(પર) પ્રકૃતિ, શાતવેદનીય અને ઊંચ ગોત્ર આ પ૪ પ્રકૃતિઓની સ્થિતિના અસંખ્યાત અને અનુભાગના અનંત ખંડ કરીને સ્થિતિના ખંડોને સ્થિતિમાં અને અનુભાગના ખંડોને અનુભાગમાં સમ્મિલિત કરે છે ત્યારપછી તેનો એક-એકખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. ત્રીજા સમયે સ્થિતિના એક ખંડના અસંખ્યાત અને અનુભાગના અનંત ખંડ કરીને તેનો એક-એક ખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. ચોથા-પાંચમા સમયે પણ તે જ રીતે ક્રમશઃ શેષ રહેલા એક-એક ખંડના અસંખ્યાત અને અનંતખંડ કરીને, એક ખંડ બાકી રાખી શેષ સર્વનો ક્ષય કરે છે. છઠ્ઠા સમયે સ્થિતિના અને અનુભાગના એક-એક ખંડના અસંખ્યાત ખંડ કરે છે. તે અસંખ્યાત ખંડ, કેવળી ભગવાનના શેષ રહેલા આયુષ્યના સમય પ્રમાણ હોય છે. છઠ્ઠા સમયે એક ખંડ સ્થિતિનો, એક ખંડ અનુભાગનો અને એક ખંડ આયુષ્યનો ક્ષય થાય છે.
સાતમ-આઠમે સમયે યાવતું મુક્ત થાય ત્યાં સુધી પણ એક ખંડ સ્થિતિનો, એક ખંડ અનુભાગનો અને એક ખંડ આયુષ્યનો ક્ષય થાય છે. આ રીતે કેવળી ભગવાન સર્વ કર્મનો ક્ષય કરે છે.
આ રીતે આઠ સમયની આ પ્રક્રિયામાં વેદનીય, નામ અને ગૌત્ર કર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org