________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ર ર ર ર ર ર ૧૯૫ તેથી તેમાં સંયતાદિ ચારે પ્રકારના ભાવો હોય છે. નારકી-દેવોમાં પ્રથમ ચાર ગુણસ્થાન હોય છે તેથી તે જીવો અસંયત જ હોય છે. નારકી અને દેવો ધર્મશ્રવણ, સમ્યગદર્શન આદિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ વ્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી. પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર અસંયત છે. ત્રણ વિધેન્દ્રિયમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગુદર્શન હોય છે પરંતુ પર્યાપ્તાવસ્થામાં એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર અસયત છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમના પાંચ ગુણસ્થાન હોય શકે છે. તેમાં કેટલાક જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય, તો તે જીવો શ્રાવક વ્રતનો સ્વીકાર કરી શકે છે તેથી તે સંયતાસંમત હોય છે અને તે સિવાયના સર્વ જીવો અસંયત જ હોય છે. શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યા પછી કેટલાક તિર્યંચો અંત સમયે ચારે પ્રકારના આહારના તેમજ સમસ્ત પાપ પ્રવૃત્તિના ત્રણ કરણ-ત્રણ યોગે પચ્ચખાણ કરીને સંથારો કરી શકે છે. તેના તે પ્રત્યાખ્યાન શ્રાવકના સર્વ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે, પરંતુ તે જીવોને પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી મહાવ્રત તથા સામાયિક ચારિત્ર સ્વીકારવાના પરિણામ થતા નથી, તેથી સંથારાના સમયે પણ તિર્યંચોને સંયત ભાવ હોતા નથી, સંયતાસંયત ભાવ જ હોય છે.સંયતાસંયત મનુષ્યોને ભક્તપ્રત્યાખ્યાન સંથારાવસ્થામાં ગૃહસ્થો જ સેવા પરિચર્યા કરે છે માટે તે પણ સંયતાસંત જ કહેવાય છે. મનુષ્યોમાં સંમૂઠ્ઠિમ મનુષ્યો એકાંત મિથ્યાત્વી હોવાથી અસંયત છે. યુગલિક મનુષ્યોમાં એક થી ચાર ગુણસ્થાન જ હોય છે. યુગલિક મનુષ્યોને પણ વ્રત પચ્ચખાણના પરિણામો હોતા નથી તેથી તે પણ માત્ર અસંમત હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય છે, તેથી તેમાં સંયત, સંયતાસંયત અને અસંયત, આ ત્રણે પ્રકારના ભાવો હોય છે. મનુષ્યો અશરીરી હોતા નથી તેથી તે નોસયત-નોઅસંયત-નોસંયતાસંમત નથી. સિદ્ધ જીવો અશરીરી છે. તે જીવો અવિરતિના પરિણામોથી ઉપર ઊઠી ગયા છે તેથી તે અસંયત નથી. દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારિત્રનું પાલન શરીરના આશ્રયે થાય છે. સિદ્ધો અશરીરી હોવાથી સંયત કે સંયતાસંયત પણ નથી, તેથી તેઓ નોસંયત નોઅસયત નોસંયતાસંયત કહેવાય છે. આઠે કર્મોના સંપૂર્ણ ક્ષયથી નોસંયત નોઅસંયત ભાવ પ્રગટ થાય છે.
સંક્ષેપમાં સમુચ્ચય જીવોમાં સંયતાદિ ચારે બોલ, મનુષ્યોમાં ત્રણ બોલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org