________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે
કે ૧૨૫
ત્રણ જ્ઞાન હોય તો— મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મનઃપર્યવ જ્ઞાન તથા ચારજ્ઞાન હોય તો—– મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન હોય છે. આ જ રીતે નીલ, કાપોત, તેજો અને પદ્મલેશી જીવોને પણ બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે.
પ્રશ્ન-૭: શુક્લલેશી જીવોને કેટલા શાન હોય છે ?
ઉત્તર– શુક્લલેશ્યા એકથી તેર ગુણસ્થાન સુધી હોય છે. તેથી શુક્લલેશી જીવોને એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. જો એક શાન હોય, તો કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાનની સાથે અન્ય કોઈ પણ જ્ઞાન હોતા નથી. બે, ત્રણ કે ચાર જ્ઞાનનું કથન ઉપર પ્રમાણે જાણવું.
[૧૪] વેશ્યા પરિણમન
[શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧૦/૪]
પ્રશ્ન-૧ઃ હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણમન પામે છે ?
ઉત્તર– હા ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાના પુદ્ગલોને પામીને ક્રમશઃ નીલલેશ્યા રૂપે પરિણમન પામે છે.
એક લેશ્યાદ્રવ્યના પુદ્ગલોનું બીજી લેશ્યા દ્રવ્યના પુદ્ગલ રૂપે, તેના વર્ણાદિ રૂપે પરિવર્તન થવાને લેશ્યા પરિણામ કહે છે. લેશ્યાનું પરિણમન બે પ્રકારે થાય છે.
(૧) એક લેશ્યાનું પોતાનું સ્વરૂપ છોડીને અન્ય લેશ્યારૂપે પરિણત થવું, જે રીતે દૂધ, દહીંનો સંયોગ પામીને ક્રમશઃ દહીંના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને દહીં સ્વરૂપ બની જાય છે અથવા શ્વેત વસ્ત્ર મજીઠીઆ આદિ કોઈ પણ રંગના પુદ્ગલોનો સંયોગ પામીને ક્રમશઃ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને મજીઠીયા આદિ રંગના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે જ રીતે કૃષ્ણ લેશ્યાના પુદ્ગલો પણ નીલલેશ્યાના પુદ્ગલોનો સંયોગ પામીને ક્રમશઃ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થાય છે. તે જ રીતે નીલલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org