________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત :33
રિવિપા અંતક્રિયા
1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-])
અંતકિયા- ભવ પરંપરાનો તથા કર્મોનો સર્વથા અંત કરનારી ક્રિયા અર્થાત્ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય ક્રિયા “અંતક્રિયા છે. અહીં તત્સંબંધિત દશ દ્વાર છે. (૧) અંતક્રિયા દ્વાર : પ્રશ્ન- હે ભગવન્ સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો અંતક્રિયા કરી શકે છે? ઉત્તર-સમુચ્ચયજીવોમાંથી કેટલાક જીવો અંતક્રિયા કરે છે કેટલાકજીવો અંતક્રિયા કરતા નથી. ૨૪ દંડકના જીવોમાંથી સંધ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ અંતકિયા કરી શકે છે. સર્વ કર્મના ક્ષય માટે સમ્યક ચારિત્રની પૂર્ણ આરાધના મનુષ્યો જ કરી શકે છે. મનુષ્યોમાંથી પણ જે મનુષ્યો સમચારિત્રમાં પૂર્ણ પુરુષાર્થ કરે છે, તે મનુષ્યો જ અંતક્રિયા કરે છે, અન્ય મનુષ્યો કરતા નથી. શેષ ર૩ દંડકના જીવો અંતક્રિયા કરી શકતા જ નથી. (૨) અનંતર દ્વારા પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચયજીવો શું અનંતરાગત અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર– હે ગૌતમ! કેટલાક જીવો અનંતરાગત અંતક્રિયા કરે છે અને કેટલાક જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. નરકાદિ ગતિમાંથી નીકળીને સીધો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અંતક્રિયા કરે, તેને અનંતરાગત અંતક્રિયા કહે છે અને નરકાદિ ગતિમાંથી નીકળીને તિર્યંચાદિ ભવ કરીને પરંપરાએ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અંતક્રિયા કરે, તેને પરંપરાગત અંતક્રિયા કહે છે. પ્રથમ ચાર નરકના નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવો, પૃથ્વી, પાણી અને પ્રત્યેક શરીરી વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યો અનંતરાગત અંતક્રિયા કરી શકે છે. તેમ છતાં તેમાંથી કેટલાક જીવો અનંતરાગત અંતક્રિયા અને કેટલાક જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે.
તેઉકાય, વાયુકાય અને ત્રણ વિકસેન્દ્રિય આ પાચ દંડકના જીવો અનંતર અંતક્રિયા કરી શકતા નથી. તે જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. તેઉકાય અને વાયુકાયના જીવો મરીને મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકતા નથી અને વિકલેન્દ્રિય જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકે છે, તોપણ તે ભવમાં અંતક્રિયા કરી શકતા નથી, પરંતુ ત્યાર પછી બીજો મનુષ્ય ભવ કરીને અંતક્રિયા કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org