________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત
>> ૧૮૩ (૧૧) વેદદ્વાર– સવેદી અને નપુંસકવેદી સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, ત્રણ વિકલેન્દ્રિયો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો અને નારકી, તે છ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. સ્ત્રીવેદી-પુરુષવેદી સમુચ્ચય જીવો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો અને દેવો, તે ૧૫ દંડકના જીવોમાં ત્રણ ભંગ. અનેદી– સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ, સિદ્ધો અનાહારક હોય છે.
(૧૨) શરીર દ્વાર, સશરીરી અને તૈજસ-કાર્યણ શરીરી– સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરોમાં અભંગક, શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે.
ઔદારિક શરીરીમાં સમુચ્ચય જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ નવ દંડકના જીવો આહારક જ હોય છે. ઔદારિક શરીરી મનુષ્યોમાં કેવળી સમુદ્દાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થાય છે, તેમાં ત્રણ ભંગ છે.
વૈક્રિય શરીરી– સમુચ્ચય જીવો, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાયુકાય, આ ૧૭ દંડકના વૈક્રિયશરીરી જીવો આહારક જ હોય છે, અનાહારક હોતા નથી.
-
આહારક શરીરી– સમુચ્ચય જીવો અને મનુષ્યો આહારક જ હોય છે. (૧૩) પર્યાપ્તિ દ્વાર – છ એ પર્યાપ્તિના પર્યાપ્ત સમુચ્ચય જીવો અને મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો આહારક જ હોય છે કારણ કે વિગ્રહગતિમાં પર્યાપ્ત અવસ્થા નથી. પર્યાપ્ત મનુષ્યોમાં ઔદારિક શરીરી મનુષ્યોની જેમ ત્રણ ભંગ છે. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત સમુચ્ચય જીવો અને ર૪ દંડકના જીવો અનાહારક હોય છે, કારણ કે આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો વિગ્રહગતિમાં જ હોય છે. શરીરાદિ પાંચ પર્યાપ્તિથી અપર્યાપ્ત સમુચ્ચય જીવો, પાંચ સ્થાવરોમાં અભંગક, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ ભંગ અને નારકી, દેવતા તથા મનુષ્યોમાં છ ભંગ છે.
નારકી, દેવતા અને મનુષ્યમાં ઉત્પત્તિનો વિરહકાલ, તેની અપર્યાપ્ત અવસ્થાથી મોટો છે તેથી અપર્યાપ્ત જીવો હંમેશાં હોતા નથી, તેથી તેના અપર્યાપ્તામાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org