________________
ccccccc1c5c0
S S S S « GS
દંડકમાં ત્રણ ભંગ, ક્રોધાદિ ચાર કષાયમાં સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગ, નારકીઓમાં માન-માયા-લોભ કષાયી જીવો અશાશ્વત છે અને દેવો ક્રોધ-માન-માયા કષાયી જીવો અશાશ્વત છે, તેથી તેમાં છ ભંગ છે.
નારકીઓમાં ક્રોધ કષાયી શાશ્વત, દેવોમાં લોભકષાયી શાશ્વત છે. તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને ત્રણ વિકસેન્દ્રિયોમાં ચારે કષાયી જીવો શાશ્વત છે. તેમાં ત્રણ-ત્રણ ભંગ છે.
અકષાયી સમુચ્ચય જીવો, વીતરાગી મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક છે. ૮. જ્ઞાનદ્વાર– સજ્ઞાની, મતિ, શ્રુત, અવધિજ્ઞાની સમુચ્ચય જીવો, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ત્રણ ભંગ.
સજ્ઞાની અને મતિ-શ્રુતજ્ઞાની વિકલેન્દ્રિયોમાં સમ્યગ્દષ્ટિ વિકલેન્દ્રિયની જેમ છ ભંગ થાય.
મન:પર્યવજ્ઞાની સમુચ્ચય જીવો અને મનુષ્યો આહારક જ હોય છે.
કેવળ જ્ઞાની સમુચ્ચય જીવો તથા મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક હોય.
અજ્ઞાની-મતિ-શ્રુત અજ્ઞાની સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ છે.
વિભંગણાની સમુચ્ચય જીવો અને નારકી-દેવતામાં ત્રણ ભંગ. વિર્ભાગજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે કારણ કે મનુષ્યો અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં કે વિગ્રહગતિમાં વિર્ભાગજ્ઞાન નથી. (૯) યોગદ્વાર– સયોગી અને કાયયોગી સમુચ્ચય જીવો તથા પાંચ સ્થાવરો અભંગક અને શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ હોય. મનયોગી-વચનયોગી આહારક જ હોય, અયોગી અનાહારક હોય છે. (૧૦) ઉપયોગ દ્વાર- સાકાર-અનાકારપયોગી સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવર અભંગક અને શેષ ૧૯દંડકના જીવોમાં ત્રણ ભંગ છે, સિદ્ધો-અનાહારક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org