________________
૧૮
SC.Sc. 3 COCOCO
COCO
હ
૧૮૦ કિલો જ ર બિપિ ફૂલ-આમ સ્તકાલય અનાહારક હોય છે, તે અભંગક છે. શેષ ૧૯ દંડકના જીવોમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ ઉત્પત્તિના વિરહકાલમાં અનાહારક જીવો હોતા નથી તેથી તે અશાશ્વત છે. તેમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ જીવો અનાહારક હોય છે. ૨. ભવસિદ્ધિક દ્વાર – ૨૪ દંડકમાં ભવી અને અભવી બંને પ્રકાના જીવો હોય છે. તેમાં પાંચ સ્થાવરના ભવ-અભવી જીવોમાં સમુચ્ચય જીવોની જેમ અભંગક અને ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય છે. નોભવી નોઅભવી સિદ્ધ જીવો અનાહારક છે. ૩. સંજ્ઞી દ્વાર – પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયને છોડીને ૧૬દંડકના જીવો સંજ્ઞી છે. સમુચ્ચય સંજ્ઞી જીવો અને ૧૬ દંડકના સંજ્ઞી જીવોમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ અનાહારક જીવો અશાશ્વત છે, તેથી તેમાં ત્રણ ભંગ છે. અસંશી - જ્યોતિષી અને વૈમાનિકને છોડીને રર દંડકના જીવો અસંજ્ઞી હોય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરક ભવનપતિ અને વ્યંતરદેવોમાં ઉત્પન્ન થતા હોવાથી તેની અપર્યાપ્તાવસ્થામાં અસંગીની ગણના થાય છે. તેમાં પાંચ સ્થાવરમાં અભંગક. ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ અને અસંગી નારકી, ભવનપતિ, વ્યંતર અને સંમૂર્છાિમ મનુષ્યોમાં છ ભંગ થાય છે.
અસંજ્ઞી નારકીઓ કે દેવોની સંખ્યા અત્યંત અલ્પ અને અલ્પકાલીન હોય છે તેથી તેમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત છે. સંમૂર્છાિમ મનુષ્યોનો ૨૪ મુહૂર્તની ઉત્પત્તિનો વિરહકાલ છે. વિરહકાલમાં વિગ્રહગતિવાળા જીવો નહોવાથી અનાહારકજીવો હોતા નથી અને તેવિરહકાલમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વ જીવો પોતાનું અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી નાશ પામી જાય છે, તેથી આહારક જીવો પણ રહેતા નથી. આ રીતે બંને પ્રકારના જીવો અશાશ્વત છે તેમાં છ ભંગ થાય છે. નોસંજ્ઞી નોઅસંણીમાં સમુચ્ચય જીવો, તેરમા ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સિદ્ધોનો સમાવેશ થાય છે. તેમાંથી સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક હોય છે. ૪. વેશ્યા દ્વાર– સલેશી જીવોમાં સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરના જીવો અભંગક, શેષ ૧૯ દંડકના સલેશી જીવોમાં ત્રણ ભંગ થાય છે.
કૃષ્ણ, નીલ, કાપોતલેથી પાંચ સ્થાવરો અભંગક, તેજોલેશી પૃથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org