________________
As
)
.
પ્રજ્ઞાપના–જીવાલિ
'
(10)
A
પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ન જ ૧૯]
સમુચ્ચય એક તથા અનેક જીવો અને ર૪ દંડકના એક તથા અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. મોહનીય કર્મનો ઉદય દશ ગુણસ્થાન સુધી હોય છે. દશ ગુણસ્થાન સુધી જીવને આઠ કર્મોનો જ ઉદય હોય છે. તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી.
સમુચ્ચય એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. વેદનીય કર્મનો ઉદય ચૌદ ગુણસ્થાન સુધી હોય છે. તેમાં એકથી દશ ગુણસ્થાન સુધી આઠ કર્મોનો ઉદય, અગિયારમે બારમે ગુણસ્થાને મોહનીય કર્મને છોડીને સાત કર્મોનો ઉદય અને તેરમે ચૌદમે ગુણસ્થાને ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એક મનુષ્ય વેદનીય કર્મનું વેદન કરતા સમુચ્ચય એક જીવની જેમ આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. એક જીવમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. શેષ ર૩ દંડકના એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા અવશ્ય આઠ કર્મોનું વેદન
કરે છે.
સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મનુંવેદન કરતાં આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. તેમાં આઠકર્મવેદકજીવો શાશ્વત છે તથા કેવળી ભગવાનની અપેક્ષાએ ચાર કર્મવેદકજીવો પણ શાશ્વત છે અને અગિયારમું–બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદક જીવો અશાશ્વત છે. એક વિકલ્પ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ(ઘણા) જીવો આઠ-ચાર કર્મવેદક. ૨. ઘણા જીવો આઠ-ચાર કર્મવેદક અને એક જીવ સાત કર્મવેદક. ૩. ઘણા જીવો આઠ-ચાર કર્મવેદક અને ઘણા જીવો સાત કર્મવેદક. અનેક મનુષ્યો વેદનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. તેમાં પણ સમુચ્ચય અનેક જીવોની જેમ ત્રણ ભંગ થાય છે. શેષ ૨૩ દંડકના અનેક જીવો વેદનીય કર્મનુંવેદન કરતાં આઠ કર્મોનું વેદન કરે છે તેમાં અન્ય વિકલ્પો નથી.
આ રીતે વેદનીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય જીવો અને મનુષ્યોના ૩૩ ભંગ = ભંગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org