________________
૧૬૮
33333333
ફૂલ-આમ સ્તકાલય
'વેદતા વેદે: ભંગ-૪ર [પદ-ર૦]
જીવ એક કર્મનુંવેદન કરતા કેટલા કર્મોનુંવેદન કરે છે તેનુંઅહીં વર્ણન છે. પ્રશ્ન- સમુચ્ચય એક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય કર્મનું વેદન બાર ગુણસ્થાન સુધી થાય છે. તેમાં એકથી દશ ગુણસ્થાન સુધીના જીવો આઠ કર્મોનું અને અગિયારમા, બારમા ગુણસ્થાને સાત કર્મોનું વેદન કરે છે. પ્રત્યેક મનુષ્ય પોતાના ગુણસ્થાન અનુસાર આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે.
શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા નિયમો આઠ કર્મોનું વેદન કરે છે, કારણ કે ર૩ દંડકના જીવો કોઈ પણ કર્મોનો ક્ષય કરી શકતા નથી.
સમુચ્ચય અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. તેમાં આઠ કર્મવેદક જીવો શાશ્વતા અને અગિયારમુંબારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદકજીવો અશાશ્વતા છે.એકવિકલ્પ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ જીવો આઠ કર્મવેદક. ૨. ઘણા જીવો આઠ કર્મવેદક છે, એક જીવ સાત કર્મવેદક. ૩. ઘણા જીવો આઠ કર્મવેદક છે, ઘણા જીવો સાત કર્મવેદક. અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. તેમાં પણ સમુચ્ચય જીવોની જેમ ત્રણ ભંગ થાય છે. ર૩ દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા આઠ કર્મોનું જ વેદન કરે છે તેમાં અન્ય વિકલ્પો ન હોવાથી અભંગક છે.
આ રીતે જ્ઞાનાવરણીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય જીવોના ૩ ભંગ અને અનેક મનુષ્યોના ૩ ભંગ, ૩*૩= કુલ છ ભંગ થાય છે.
- જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય પણ બાર ગુણસ્થાન સુધી હોય છે, તેથી તેના પણ ડ–દ ભંગ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org