________________
વ
)
વ
)
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ફ
૧૩] એક જીવ એક કર્મબંધક. (ર૭) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવ એક કર્મબંધક છે.
આ રીતે અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી છ ભંગ + ત્રિસંયોગી બાર ભંગ + ચતુઃસંયોગી આઠ ભંગ = કુલ ૨૭ ભંગ થાય છે.
આ રીતે જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા કર્મબંધ સંબંધી ભંગોમાં સમુચ્ચય અનેક જીવોમાં ૯ભંગ, મનુષ્યોમાં ર૭ ભંગ અને નારકી, દેવતાના ૧૩ દંડક, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ ૧૮દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ. ૧૮૪૩ = ૫૪ ભંગ થાય છે, તેથી ૯+૨૭૫૪=૯૦ ભંગ થાય છે.
તે જ રીતે દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય પણ બાર ગુણસ્થાન સુધી હોય છે, તેથી દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરતા સમુચ્ચય એક અને અનેક જીવોનું તથા ૨૪ દંડકના એક અને અનેક જીવોનું ઉપરોક્ત રીતે કથન કરવું.
જ્ઞાનાવરણીય કર્મના વેદન સંબંધી ૯૦ ભંગ થયા, તે જ રીતે દર્શનાવરણીય અને અંતરાયકર્મના વેદન સંબંધી ૯૦૯૦ ભંગ થયા, ત્રણે કર્મોના ૯૦૪૩=૨૭૦ ભંગ થાય.
સમુચ્ચય એક જીવ મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી થાય છે. એક જીવમાં ગુણસ્થાનની સ્થિતિ અનુસાર કોઈ પણ એક વિકલ્પ હોય છે.
એક મનુષ્ય પણ મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. શેષ ર૩ દંડકના એક-એક જીવ આઠ અથવા સાત કર્મો બાંધે છે.
સમુચ્ચય અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. તેમાં આઠ કર્મબંધક અને સાત કર્મબંધક જીવો શાશ્વત અને દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક જીવો અશાશ્વત છે. એક કર્મ બંધક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ જીવો આઠ-સાત કર્મબંધક. ૨. ઘણા જીવો આઠ-સાત કર્મબંધક એક જીવ છ કર્મબંધક. ૩. ઘણા જીવો આઠ-સાત કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org