________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ થી જ શિલ્પ સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે. એક જીવને ચાર બંધ સ્થાનમાંથી કોઈ પણ એક બંધસ્થાન હોય છે અથવા તે અબંધક હોય છે.
શેષ ૨૩ દંડકનો કોઈપણ એક જીવ વેદનીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મ બાંધે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે. તેમાં આઠ કર્મબંધક અને સાત કર્મબંધક જીવો શાશ્વત છે તથા કેવળી ભગવાનની અપેક્ષાએ એક કર્મબંધક જીવો પણ શાશ્વત છે. શેષ છ કર્મબંધક અને અબંધકજીવો અશાશ્વત છે. આ રીતે બે વિકલ્પો અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. અસંયોગી ભંગ- (૧) સર્વ જીવો સાત-આઠ-એક કર્મબંધક. હિંસયોગી ભંગ(ર) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૩) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૫) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગ() અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, એક છ કર્મબંધક અને એક અબંધક. (૭) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, એકછ કર્મબંધક અને અનેક અબંધક. (૮) અનેક જીવો સાતઆઠ-એક કર્મબંધક, અનેકછ કર્મબંધક અને એક અબંધક. (૯) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, અનેક છ કર્મબંધક અને અનેક અબંધક.
મનુષ્યોને છોડીને શેષ ર૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધક જીવો જ હોય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો શાશ્વત હોવાથી તેમાં અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક છે. નારકી, દેવતા, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે ૧૮ દંડકના અનેક જીવોમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો સાત કર્મબંધક. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org