________________
-
5
2
2
2
02
પ્રશાપના-જીવાદિ
03
04
02
0 |
અને એક જીવ એક કર્મબંધક હોય છે. (૭) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય છે. (૮) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૯) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક.
આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીયકર્મના વેદના સમયે અસંયોગી એક ભંગ, દ્વિસંયોગી ચાર ભંગ, ત્રિસંયોગી ચાર ભંગ કુલ નવ ભંગ થાય છે.
મનુષ્યને છોડીને શેષ ર૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધ થાય, આ બે બંધસ્થાન જ હોય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં જ્ઞાનાવરણીય કર્મના વેદના સમયે સાત અથવા આઠ કર્મબંધક હોય છે. પાંચ સ્થાવર જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો હમેશાં હોય છે, તેથી તેમાં ભંગ થતાં નથી. નારકી, દેવતા, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેજિયમાં આયુષ્ય કર્મબંધક જીવો હમેશાં હોતા નથી, તેથી સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે.
(૧) સર્વ જીવો સાત કર્મબંધક (ર) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. અનેક મનુષ્યોમાં સમુચ્ચય જીવોની જેમ આઠ, સાત, છે અને એક કર્મબંધક હોય છે, તેમાંથી સાત કર્મબંધકજીવો શાશ્વત છે, પરંતુ મનુષ્યોમાં આયુષ્ય કર્મબંધક જીવો તેમ જ દશમા, અગિયારમા અને બારમા ગુણસ્થાન વર્તી જીવો હંમેશાં હોતા નથી, તેથી આઠ, છ અને એક કર્મબંધકજીવો અશાશ્વત હોય છે. આ ત્રણ બંધસ્થાન અશાશ્વત હોવાથી ર૭ ભંગ થાય છે. અસયોગી ભંગ–૧ઃ (૧) સર્વ જીવો સાત કર્મબંધક હોય. હિંસયોગી ભગ–૬: (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org