________________
CoCopCopCoCop GO
[ 93
ફૂલ–આમ સ્તકાલય ઉત્તર– હે ગૌતમ! આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે.
જ્ઞાનાવરણીય કર્મનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય છે. તેમાં જીવની ગુણસ્થાન સ્થિતિ અનુસાર કર્મનો બંધ થાય છે. જીવ એકથી સાત ગુણસ્થાનમાંથી ત્રીજું છોડીને શેષ ગુણસ્થાને હોય અને જે સમયે આયુષ્યનો બંધ થતો હોય, ત્યારે આઠ કર્મનો બંધ અને જ્યારે આયુષ્યનો બંધ ન થતો હોય, ત્યારે સાત કર્મનો બંધ થાય છે. ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને આયુષ્યકર્મને છોડીને સાતકર્મનો બંધ થાય છે. દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મનો બંધ થાય છે અને અગિયારમે અને બારમે ગુણસ્થાને એક શાતા વેદનીય કર્મનો બંધ થાય છે.
સમુચ્ચય એક જીવમાં જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ, સાત, છ અથવા એક કર્મબંધ, આ ચાર બંધ સ્થાનમાંથી કોઈ પણ એક બંધ સ્થાન હોય છે. તે જ રીતે એક મનુષ્યમાં પણ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ થાય છે. શેષ ર૩ દંડકના એક જીવમાં જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મનો બંધ થાય છે. તે જીવોમાં દશમું ગુણસ્થાન ન હોવાથી છે કર્મનો બંધ થતો નથી.
સમુચ્ચય અનેક જીવો – જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં સાત અને આઠ કર્મબંધક જીવો શાશ્વત છે અને દશમું અને અગિયારમું-બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક અને એક કર્મબંધક જીવો અશાશ્વત છે. બે બંધસ્થાન અશાશ્વત હોવાથી તેના નવ ભંગ થાય છે. અસંયોગી ભંગઃ- (૧) સર્વ જીવો આઠ-સાત કર્મના બંધક હોય છે અર્થાતુ ઘણા
જીવો આઠ કર્મબંધક અને ઘણા જીવો સાત કર્મબંધક. હિંસયોગી ભંગ – (૨) અનેક જીવો આઠ-સાત કર્મબંધક અને એક જીવ છે, કર્મબંધક. (૩) અનેક જીવો આઠ-સાત કર્મ બંધક અને અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો આઠ-સાત કર્મ બંધક અને એક જીવ એક કર્મબંધક. (૫) અનેક જીવો જીવો આઠ-સાત કર્મ બંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગઃ-(૬) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org