________________
જ
હા ફૂલ-આમ સ્તકાલય આરંભિકી કિયા - હિંસાથી લાગતી ક્રિયા આરંભિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– (૧) જીવ આરંભિકી– જીવોની હિંસાથી લાગતી ક્રિયા. (૨) અજીવ આરંભિકી- તેના વિવિધ પ્રકારે અર્થ થાય છે– ૧. જીવના આકારના અજીવ પદાર્થોને ફાડવા, બાળવા વગેરે. પશુ-પક્ષીનાચિત્રો દોરેલા વસ્ત્રોને હિંસા બુદ્ધિથી ફાડવા. ૨. મૃત શરીરને બાળવા વગેરે. ૩. અજીવના માધ્યમથી જીવ હિંસા.૪. અજીવમાં જીવનું આરોપણ કરીને તેનો વધ કરવો જેમ કે રાવણનું પૂતળું બનાવીને બાળવું, તે અજીવ આરંભિકી ક્રિયા છે. આરંભિકી ક્રિયા એકથી છ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. પારિગ્રહિક ક્રિયા – જીવ-અજીવ પદાર્થો પર મમત્વ ભાવથી લાગતી ક્રિયા પારિગ્રહિક ક્રિયા છે. તેના બે ભેદ છે– (૧) જીવ પારિગ્રહિકી- દાસ-દાસી, પશુ-પક્ષી વગેરેનો મૂચ્છભાવથી સંગ્રહ કરવો. (૨) અજીવ પારિગ્રહિકીધન-ધાન્ય, સોનુ-ચાંદી આદિ જડ પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ કરવો. આ ક્રિયા એકથી પાંચ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. માયાવરિયા કિયાઃ– કષાયના નિમિત્તથી લાગતી ક્રિયા માયાવત્તિયા ક્રિયા છે. તે એકથી દશ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. અપ્રત્યાખ્યાન કિયા :- અવિરતિના પરિણામથી લાગતી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા છે. તે એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વના નિમિત્તથી લાગતી ક્રિયામિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે. તે પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને આ પાંચે ક્રિયા હોય છે. (૧૧) નિયમા-ભજના દ્વાર– (૧) આરંભિકી ક્રિયામાં પારિગ્રહિક ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના અને માયાપ્રત્યયા ક્રિયાની નિયમા હોય છે. (૨) પારિગ્રહિક ક્રિયામાં આરંભિકી અને માયાપ્રત્યયા ક્રિયાની નિયમા અને અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના હોય છે. (૩) માયાવત્તિયા ક્રિયામાં શેષ ચારે ક્રિયાની ભજના હોય છે. (૪) અપ્રત્યાખ્યાન ક્રિયામાં પ્રારંભની ત્રણ ક્રિયાની નિયમો અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org