________________
***કેમ તે ફૂલ-આમ સ્તોકાલય
ચાર્ટની નોંધ ઃ
* એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ ૧ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે, બેઇન્દ્રિય તેનાથી ૨૫ ગુણો, તેઇન્દ્રિય ૫૦ ગુણો, ચૌરેન્દ્રિય ૧૦૦ ગુણો અને અસંશી પંચેન્દ્રિય જીવો ૧૦૦૦ ગુણો અર્થાત્ ૧૦૦૦ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરી શકે છે.
૧પર
* એકેન્દ્રિયથી અસંશી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવોમાં જઘન્ય બંધકાલ પોત– પોતાના ઉત્કૃષ્ટ બંધકાલથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન છે.
* સંશી પંચેન્દ્રિયમાં– નારકી, દેવતા અને સંજ્ઞી તિર્યંચ– સર્વ પ્રકૃતિઓનો જઘન્ય અંતઃક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે.
* મનુષ્ય— જે જે કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત આદિ પ્રમાણ છે, તે-તે પ્રકૃતિનો તેટલો બંધ કરે છે અને જે કર્મની જઘન્ય સ્થિતિ સાગરોપમની ગણનામાં છે તેનો જઘન્ય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે.
[૧૮] ૮૦૦ બોલની બધી
[શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૨૪, ૨૫, ૨૬, ૨૦]
આ ચાર પદમાં સમુચ્ચય જીવ અને ર૪ દંડકના જીવ, કુલ ૨૫ પ્રકારના જીવોમાં આઠ કર્મના બંધ અને વેદન સંબંધી કથન છે. ૨૫ પ્રકારના જીવ × ૮ કર્મ = ૨૦૦ બોલ થાય. તેમાં બાંધતા બાંધે ના ૨૦૦ બોલ, બાંધતા વેદે ના ૨૦૦ બોલ, વેદતા બાંધે ના ૨૦૦ બોલ અને વેદતા વેઢે ના ૨૦૦ બોલ. કુલ ૮૦૦ બોલ થાય છે, તેથી તેને ૮૦૦ બોલની બંધીનો થોકડો કહેવામાં આવે છે.
તેમાં બાંધતા બાંધેના ૪૫૩ ભંગ + બાંધતા વેદેના ૬ ભંગ, વેદતા વેદેના ૬૯૬ ભંગ + વેદતા વેદેના ૪૨ ભંગ = કુલ ૧૧૯૭ ભંગ થાય છે.
બાંધતા બાંધે : ભંગ-૪૫૩ [પદ-ર૪]
એક કર્મબંધ સમયે જીવ કેટલા કર્મોનો બંધ કરે, તેનું વર્ણન આ પદમાં છે. સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્ર કર્મનો બંધ દશ ગુણસ્થાન સુધી, મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાન સુધી, વેદનીય કર્મનો બંધ તેર ગુણસ્થાન સુધી અને આયુષ્ય કર્મનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને સાત ગુણસ્થાન સુધી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org