________________
૧૫૪ કિ થાય છે કે દિ હી ફૂલ-આમ સ્તકાલય (૩) ઘણા જીવો સાત કે આઠ કર્મબંધક અને ઘણા છ કર્મબંધક પાંચ સ્થાવરના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા સાત અથવા આઠકર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક અને આઠ કર્મબંધક બને પ્રકારના જીવો શાશ્વત છે, તેથી તેમાં અન્ય ભંગ થતા નથી. તે અભંગક છે. નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય આ અઢાર દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મબાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત અને આઠ કર્મબંધક અશાશ્વત છે એક બંધ સ્થાન અશાશ્વત હોવાથી તેના ત્રણ ભંગ થાય છે(૧) સર્વ જીવો સાત કર્મબંધક છે. (૨) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક છે. (૩) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો આઠ કર્મબંધક છે.
આ રીતે એક દંડકના ત્રણ ભંગ છે, તેથી ૧૮ દંડકના ૧૮૩=૫૪ ભંગ થાય છે. અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત અને આઠ તથા છ કર્મબંધકઅશાશ્વત છે. બે બંધસ્થાન અશાશ્વત હોવાથી તેના નવ ભંગ થાય છે. અસંયોગી એક ભંગ – (૧) સર્વ જીવો સાત કર્મબંધક. દ્વિસંયોગી ચાર ભંગ – (૨) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક (૩) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો આઠ કર્મબંધક. (૪) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ છ કર્મ બંધક. (૫) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો છ કર્મબંધક. ત્રિસંયોગી ચાર ભંગ- (૬) ઘણા સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક છ કર્મબંધક. (૭) ઘણા સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, ઘણા છ કર્મબંધક. (૮) ઘણા સાત કર્મબંધક, ઘણા આઠ કર્મબંધક, એક છ કર્મબંધક. (૯) ઘણા સાત કર્મબંધક, ઘણા આઠ કર્મબંધક, ઘણા છ કર્મબંધક. આ રીતે અસંયોગી-૧, દ્વિસંયોગી-૪, ત્રિસંયોગી-૪= કુલ૯ભંગ થાય છે.
આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધતા ત્રણ ભંગ, નારકી આદિ ૧૮દંડકના ૫૪ ભંગ અને મનુષ્યના નવ ભંગ, તેમ કુલ ૩+૫૪+ ૯ = ભંગ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org