________________
પ્રજ્ઞાપના-જીવાતિ
6, 28
SCSC)
GUJ
ત્રીજું ગુણસ્થાન છોડીને એકથી સાત ગુણસ્થાન સુધી જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. આયુષ્યબંધ થતો હોય, ત્યારે આઠ કર્મ અને તે સિવાયના સમયે સાત કર્મ બાંધે છે. ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને આયુષ્યને છોડીને સાત કર્મ, દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મ, અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને એક શાતાવેદનીય કર્મ બાંધે છે અને ચૌદમે ગુણસ્થાને જીવ અબંધક હોય છે. આ રીતે કોઈપણ એક જીવમાં આઠ કર્મબંધક, સાત કર્મબંધક, છ કર્મબંધક, એક કર્મબંધક અથવા અબંધક, આ પાંચ બંધસ્થાનમાંથી કોઈપણ એકબંધસ્થાન હોય છે. જીવની ગુણસ્થાનની સ્થિતિ અનુસાર તેનો કર્મબંધ જાણવો. આઠ કર્મના બંધ-ઉદયમાં ગુણસ્થાનઃકર્મ
બંધમાં ગુણસ્થાન ,ઉદયમાં ગુણસ્થાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય |
મોહનીય
૧૦
૧૨
૧૦
વેદનીય
૧૪
૧ થી ૭ (ત્રીજું છોડીને)
૧૪
આયુષ્ય નામ અને ગોત્ર
૧૦
૧૪
પ્રશ્ન–૧ : હે ભગવન્! સમુચ્ચય એક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલા કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ અથવા છ કર્મો બાંધે છે. એક જીવમાં ત્રણ વિકલ્પમાંથી કોઈપણ એક જ વિકલ્પ હોય છે. આ રીતે એક મનુષ્ય જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે.
શેષ ૨૩ દંડકના એકએકજીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ અથવા સાત કર્મ બાંધે છે. શેષ ર૩ દંડકના જીવોને દશમું ગુણસ્થાન નહોવાથી છ કર્મોનો બંધ થતો નથી.
સમુચ્ચય અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાં આઠ અને સાત કર્મબંધક જીવો હંમેશાં હોવાથી શાશ્વત છે અને દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધકજીવો અશાશ્વત છે, એકબંધસ્થાન અશાશ્વત હોવાથી તેના ત્રણ ભંગ થાય છે(૧) સર્વ જીવો સાત કે આઠ કર્મબંધક (૨) ઘણા જીવો સાત કે આઠ કર્મબંધક અને એક છ કર્મબંધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org