________________
5.
03cd9CS
Iકાલય
CS CS C
ઉત્તર– હે ગૌતમ! એકેન્દ્રિયો ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિના જ કર્મો બાંધે છે. તેને એક જ ઇન્દ્રિય હોવાથી અને મનનો અભાવ હોવાથી તેના પરિણામોમાં તીવ્રતા હોતી નથી, તેથી એક સાગરોપમથી અધિક સ્થિતિના કર્મો બાંધી શકતા નથી.(ઉત્કૃષ્ટ એકસાગરોપમનો બંધ મોહનીય કર્મની અપેક્ષાએ છે. અન્ય કર્મોમાં યથાયોગ્ય કોષ્ટક પ્રમાણે કર્મબંધ સમજવો.) પ્રશ્ન–૧૧ઃ હે ભગવન્! એકેન્દ્રિયો કેટલી સ્થિતિનું આયુષ્ય કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિયો ઉત્કૃષ્ટ રર,૦૦૦વર્ષનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. પ્રશ્ન-૧૨ ઃ હે ભગવન્! બેઈજિયાદિ જીવો કેટલી સ્થિતિના કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! બેઇન્દ્રિયો કર્મ– ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને આયુષ્ય કર્મ– ઉત્કૃષ્ટ બાર વર્ષનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું બાંધે છે.
તે ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ પચાસ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે (મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય કર્મ બાંધે છે.
ચૌરેન્દ્રિયો ઉત્કૃષ્ટ સો સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ છ માસનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય કર્મ બાંધે છે.
અસલી તિર્યંચ પચેન્દ્રિય ઉત્કૃષ્ટ એક હજાર સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનો ત્રીજો ભાગ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ચારે ગતિનું આયુષ્ય કર્મ બાંધે છે.
સંજ્ઞી પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિના મોહનીય કર્મનો બંધ કરે છે તેમજ જ્ઞાનાવરણીય આદિ છ કર્મોની યથાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે છે. ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષનો ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરોપમનું આયુષ્ય કર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org