________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે0 0 0 0 ૧૪૭ [૧૯ઘન્ય-ઉત્કૃષ્ટ રિતિબદડા
(1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર૩])
જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે.
શતાવેદનીય કર્મમાં ઈર્યાપથિક શતાવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ સમયની છે. સાંપરાયિક શતાવેદનીય કર્મની જઘન્ય ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમની છે, અશાતાવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે.
મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસિતેર ક્રોડાકોડી સાગરોપમની, આયુષ્યકર્મની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ +કોડપૂર્વ વર્ષની. નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. પ્રશ્ન–૧ઃ હે ભગવન્! આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મોની જઘન્ય સ્થિતિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને મનુષ્યાણી બાંધે છે. પ્રશ્ન–૨ઃ હે ભગવન્! કેવા પ્રકારના મનુષ્ય અને મનુષ્યાણી સાત કર્મોની જઘન્ય સ્થિતિ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! દરેક કર્મના બંધ વિચ્છેદ સમયે જ તેનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, સાપરાયિક વેદનીય કર્મ, નામકર્મ અને ગોત્ર કર્મનો બંધ વિચ્છેદ દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને થાય છે, તેથી દશમા ગુણસ્થાનવર્તી ઉપશામક અને ક્ષપક બંને પ્રકારના મનુષ્યમનુષ્યાણી જ્ઞાનાવરણીય આદિ કર્મોની જઘન્ય સ્થિતિ બાંધે છે. મોહનીય કર્મનો બંધ વિચ્છેદ નવમા બાદર સંપરાય ગુણસ્થાને થાય છે, તેથી નવમા ગુણસ્થાનવર્તી ઉપશામક અને ક્ષપક બંને પ્રકારના મનુષ્ય-મનુષ્યાણી મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org