________________
C5b
ય
| ૧૪૬ / CCC
(૧) સર્વ જીવો સાત કર્મબંધક. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક.
(૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક (૧૪) પાપસ્થાનથી વિરતિ અને ક્રિયા દ્વાર– મિથ્યાત્વથી વિરત થયેલા જીવો ચોથાથી ચૌદમા ગુણસ્થાનવર્તી હોય છે અને સત્તર પાપસ્થાનથી વિરત થયેલા જીવો છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી હોય છે.
પ્રશ્ન- હે ભગવન્!મિથ્યાત્વથી વિરત થયેલા સમુચ્ચય જીવોને કેટલી ક્રિયા લાગે છે? ઉત્તર-હે ગૌતમ!તેજીવોને એકમિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા હોતી નથી, શેષ ચાર ક્રિયાની ભજના હોય છે.
શેષ સત્તર પાપસ્થાનથી વિરત થયેલા સમુચ્ચયજીવને પારિગ્રવિકી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા હોતી નથી, આરંભિકી અને માયાપ્રત્યયા ક્રિયાની ભજના હોય છે.
સમુચ્ચય જીવની જેમ મનુષ્યમાં પણ જાણવું. શેષ ૨૩ દંડકના જીવો અઢારે પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી પરંતુ તેમાંથી નારકી અને દેવ એક મિથ્યાત્વથી વિરત થઈ શકે છે, તેથી તેઓમાં સમકિતીને ચાર ક્રિયા અને મિથ્યાત્વીને પાંચ ક્રિયા લાગે છે. તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ગુણસ્થાન હોય છે, તેથી તેઓમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા અને દેશવિરતિને મિથ્યાદર્શન પ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયાને છોડીને શેષ ત્રણ ક્રિયા લાગે છે. (૧૫) અલ્પબદુત્વ દ્વાર– (૧) સર્વથી થોડા મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાવાળા જીવો હોય છે, તેમાં પ્રથમ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૨) તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ ચાર ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૩) તેનાથી પારિગ્રહિક ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ પાંચ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૪) તેનાથી આરંભિકી ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ છ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (પ) તેનાથી માયાપ્રત્યયા ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ દશ ગુણસ્થાનવાળા જીવો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org