________________
પ્રજ્ઞાપના-જીવા
CoCoCC0503
૧૪૩
(૫) મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં પ્રારંભની ચારે ક્રિયાની નિયમા હોય છે.
નારકી, દેવના ૧૩દંડક અને તિર્યંચ પચેન્દ્રિય, કુલ પંદર દંડકના જીવોમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના અને શેષ ચાર ક્રિયાની નિયમા હોય, સમકિતીને ચાર ક્રિયા, મિથ્યાત્વીને પાંચ ક્રિયા હોય છે.
પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયને પાંચ ક્રિયા હોય છે.
મનુષ્યોમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા, દેશવિરતિને આરભિકી, પારિગ્રહિકી અને માયાવત્તિયા આ ત્રણ ક્રિયા, પ્રમત્ત સંયતને આરભિકી અને માયાવરિયા આ બે ક્રિયા, અપ્રમત્ત સંયતને (સાતમાથી દશમા ગુણસ્થાનવર્તી મનુષ્યોને) એક માયાવત્તિયા ક્રિયા લાગે છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી વીતરાગી મનુષ્યો આરંભિયા આદિ પાંચ ક્રિયાની અપેક્ષાએ અક્રિય હોય છે. (૧૧) અઢાર પાપસ્થાનથી વિરતિ દ્વાર– ર૪ દંડકના જીવોમાંથી નારકી, દેવ અને તિર્યંચ પચેન્દ્રિય એક મિથ્યાત્વથી વિરત થાય છે, શેષ સત્તર પાપથી વિરત થઈ શકતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અઢાર પાપાનમાંથી એક પણ પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી. મનુષ્ય અઢારે અઢાર પાપસ્થાનથી વિરત થઈ શકે છે. (૧૩) પાપસ્થાનથી વિરતિ અને કર્મબંધ દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! અઢાર પાપથી વિરત સમુચ્ચય એક જીવ કેટલા કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ ક્યારેક આઠ, ક્યારેક સાત, ક્યારેકછે, ક્યારેક એક કર્મ બાંધે છે અને ક્યારેક અબંધક પણ હોય છે.
મિથ્યાત્વથી વિરત થયેલા નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય સાત અથવા આઠ કર્મો બાંધે છે.
૧૮ પાપસ્થાનથી વિરત મનુષ્ય આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે.
એક જીવમાં કર્મબંધ સંબંધી કોઈ પણ એક જ વિકલ્પ હોય છે.
અઢાર પાપસ્થાનથી વિરત થયેલા સમુચ્ચય અનેક જીવો સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે અને અબંધક પણ હોય છે. તેમાં આયુષ્યકર્મ બાંધે ત્યારે આઠ કર્મ, આયુષ્ય કર્મ ન બાંધે ત્યારે સાત કર્મ, દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મ, અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org