________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત
>>>g[ ૧૪૧
સંબંધ છે, કોઈ પણ સરાગી જીવને કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પ્રારંભની ત્રણ ક્રિયા લાગે છે. જો તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપ થયો હોય તો ચાર ક્રિયા અને અન્ય જીવોનો પ્રાણ ઘાત થયો હોય તો પાંચ ક્રિયા હોય છે. ચોથી પારિતાપનિકી ક્રિયા હોય તેને પ્રારંભની ત્રણ ક્રિયા અવશ્ય હોય છે. પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા હોય તેને પ્રારંભની ચાર ક્રિયા અવશ્ય હોય છે.
આ રીતે જે સમયમાં, જે દેશમાં અને જે પ્રદેશમાં કાયિકી ક્રિયા હોય, તે સમયમાં, તે દેશમાં, તે પ્રદેશમાં અધિકરણિકી ક્રિયા હોય છે. તે જ રીતે ઉપર પ્રમાણે સર્વ ક્રિયાની નિયમા, ભજના સમય, દેશ, પ્રદેશની અપેક્ષાએ સમજવી. (૯) આયોજિતા ક્રિયા– પ્રશ્ન– હે ભગવન્ ! આયોજિતા ક્રિયા કોને કહેવાય ? ઉત્તર– જે ક્રિયા જીવને સંસારમાં આયોજિત કરનારી–જોડનારી છે, તે આયોજિતા ક્રિયા છે. કાયિકી આદિ પાંચે ક્રિયા જીવને સંસારમાં જોડે છે તેથી તેને જ આયોજિતા કહે છે. તેના પાંચ પ્રકાર પૂર્વવત્ જાણવા.
-
(૧૦) સૃષ્ટ-અસ્પૃષ્ટ દ્વાર · પ્રશ્ન- હે ભગવન્ ! જે સમયે જીવ કાયિકી આદિ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે શું પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર ભંગ છે—(૧) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી સ્પષ્ટ થાય છે.
(૨) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, પરંતુ પ્રાણાતિપાતિકી ક્રિયાથી સૃષ્ટ થતો નથી.
(૩) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી સ્પષ્ટ થતો નથી.
(૪) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી અસ્પૃષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી પણ અસ્પૃષ્ટ હોય છે. (૧૦) પ્રકારાતરથી ક્રિયા ભેદ પ્રકાર છે ?
પ્રશ્ન- હે ભગવન્ ! ક્રિયાના કેટલા
-
ઉત્તર– હે ગૌતમ ! ક્રિયાના પાંચ પ્રકાર છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિકી ક્રિયા (૩) માયા પ્રત્યયા ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યા દર્શન પ્રત્યયા ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org