________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે દિ વિક ૨૯] ઉત્તર– હે ગૌતમ! નારકી, નરકમાંથી નીકળીને અનંતર ભવમાં નારકી કે દેવ પણે ઉત્પન્ન થતા નથી. તે જીવ સંશી તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- હે ભગવન્! નારકી, મરીને અનંતર ભવમાં સન્ની તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં– (૧) ધર્મશ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન () દેશવિરતિપણાનો સ્વીકાર, આ છ બોલને પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! નારકી, મરીને અનંતર ભવમાં મનુષ્યપણે ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર– તે જીવ મનુષ્ય ભવમાં– (૧) ધર્મ શ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન (૬) દેશવિરતિપણાનો સ્વીકાર (૭) સર્વવિરતિપણાનો સ્વીકાર (૮) મન:પર્યવજ્ઞાન (૯) કેવળજ્ઞાન (૧૦) મોક્ષ, આ દશે ય બોલને પ્રાપ્ત કરે છે.
પ્રથમ ચાર નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં ઉપરોક્ત દશ બોલને પ્રાપ્ત કરે છે. પાંચમી નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં સર્વવિરતિપણાના સ્વીકાર સુધીના સાત બોલને પ્રાપ્ત કરી શકે છે. છઠ્ઠી નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં દેશવિરતિપણાના સ્વીકાર સુધીના છ બોલને પામી શકે છે.
પ્રથમ છ નરકના નારકી અનંતર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં દેશવિરતિપણાના સ્વીકાર સુધીના છબોલને પામી શકે છે. સાતમી નરકના નારકી અનંતર મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકતા નથી. તે જીવ સંજ્ઞી તિર્યંચના ભવમાં(૧) ધર્મશ્રવણ (૨) ધર્મસમજણ, (૩) સમ્યગ્દર્શન, (૪) મતિ-શ્રુતજ્ઞાન અને (૫) અવધિજ્ઞાન, આ પાંચ બોલને જ પામી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! દશ ભવનપતિ દેવો, દેવ ભવમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કેટલા બોલને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર-હે ગૌતમ! તે જીવ અનંતર ભવમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અથવા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલ પ્રાપ્ત કરી શકતા નથી.
સંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ પૂર્વોક્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org