________________
પ્રજ્ઞાપના-જીવાલિ
કાલુકા
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ) વવ વ ) વ શ ૧૨૩] [. - સત્ય સમયની દયા |
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૦/૩]) પ્રશ્ન-૧ઃ હે ભગવન્! શું નારકી, નરકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, ગૌતમ!નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે. વ્યવહારનયની દષ્ટિએ નારકી મારીને નરકકદેવગતિમાં ઉત્પન્ન થતા નથી. સંશી તિર્યંચ અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે.
રજુસૂત્રનયની અપેક્ષાએ જીવ જ્યારે એક જન્મનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને નરકગતિમાં ઉત્પન્ન થવા માટે વાટે વહેતામાં(માર્ગમાં) હોય, ત્યારથી જ તેના નરકાયુષ્યનો ઉદય થઈ જાય છે. જે જીવને નરકાયુષ્યનો ઉદય હોય, તેને નારકી કહેવાય છે. આ રીતે જુસૂત્રનયની દષ્ટિએ નરકગતિમાં જન્મ ધારણ કરતી વખતે નરકાયુષ્યનો ઉદય હોવાથી તે જીવ નારકી જ કહેવાય છે, તેથી નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે કહ્યું છે. આ જ રીતે ર૪દંડકના જીવોમાં સમજવું. પ્રશ્ન-૨: હે ભગવન્! શું નારકી, નરકમાંથી ઉદ્વર્તન કરે છે? ઉત્તર– હે ગૌતમ! નારકી, નરકમાંથી ઉદ્વર્તન કરતો નથી, કારણ કે નારકીનું નરકાયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ તેનું મૃત્યુ થયું કહેવાય છે અને નરકાયુષ્ય પૂર્ણ થઈ ગયા પછી તે નારકી કહેવાતો નથી. તે જીવ જે ગતિમાં ઉત્પન્ન થવાનો છે તે આયુષ્યનો ઉદય થઈ જવાથી તે જીવ તે નામથી ઓળખાય છે, તેથી નારકી નરકમાંથી ઉદ્વર્તન કરતો નથી, પરંતુ અનૈરયિક નરકમાંથી ઉદ્વર્તન કરે છે તે પ્રમાણે કહ્યું છે. જેમ કે કોઈ અપરાધી વ્યક્તિ જેલમાં જાય ત્યારે તે વ્યક્તિ કેદીરૂપે જેલમાં જાય છે અને જેલમાંથી બહાર નીકળે ત્યારે તે અકેદીરૂપે બહાર નીકળે છે. તે જ રીતે નારકી નારકમાં ઉત્પન્ન થાય છે અને અનારકી નરકમાંથી ઉદ્વર્તન કરે છે. આ રીતે ૨૪ દંડકમાં કહેવું જોઈએ. પ્રશ્ન-૩ઃ હે ભગવન્! શું કૃષ્ણલેશી નારકી, કૃષ્ણલેશી નરકમાં ઉત્પન્ન થાય છે? અને શું તે કુષ્ણલેશીપણે મૃત્યુ પામે છે? ઉત્તર- હા, ગૌતમ! કૃષ્ણલેશી નારકી, કૃષ્ણલેશી નરકમાં જ ઉત્પન્ન થાય છે અને તે કૃષ્ણલેશીપણે જ મૃત્યુ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org