________________
૧૨૨ શ શ ણ જ છે પણ એ ફૂલ-આમ સ્તકાલય અસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને પ્રથમ ચારક્રિયા હોય છે.મિથ્યાદષ્ટિ કેમિશ્રદષ્ટિ મનુષ્યોને પાંચ ક્રિયા હોય છે. પ્રશ્ન-૭ઃ કૃષ્ણલેશી જીવોને શું સમાન આહાર, કર્મ આદિ હોય છે? ઉત્તર- જ્યોતિષી અને વૈમાનિક દેવોને છોડીને શેષ બાવીસ દંડકના જીવોમાં કૃષ્ણલેશ્યા હોય છે. તેમાં તે-તે સલેશી જીવોના સમુચ્ચય કથન પ્રમાણે જાણવું. નારકીઓમાં કૃષ્ણલેશ્યા પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જ હોય છે. અસંજ્ઞી જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી, તેથી કૃષ્ણલેશી નારકીઓની વેદનાના કથનમાં સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તેવા ભેદ ન કરતાં માયી મિથ્યાદષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ, તે પ્રમાણે બે ભેદ કરવા. માયી મિથ્યાદષ્ટિને અલ્પવેદના અને અમાયી સમ્યગુદષ્ટિને મહાવેદના હોય છે.
શેષ સર્વકથન સલેશી જીવોની સમાન જાણવુંતે જ રીતે નીલલેશી જીવોનું કથન જાણવું. કાપોતલેશી નૈરયિકનું કથન સલેશી નૈરયિકોની સમાન જાણવું. પ્રશ્ન-૮: તેજલેથી જીવોને શું સમાન આહાર, કર્મ આદિ હોય છે? ઉત્તર–દેવોના તેર દંડક, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ અઢાર દંડકના જીવોને તેજલેશ્યા હોય છે. તેમાં તેજોલેશી ભવનપતિ અને વ્યંતર દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થતા નથી,(કારણ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં તેજલેશ્યા હોતી નથી, તેથી તેજોલેશી દેવોની વેદનાના કથનમાં માયીમિથ્યાદષ્ટિ અને અનાયી સમ્યગ્દષ્ટિ, તે પ્રમાણે બે ભેદ કરવા. માયીમિથ્યાષ્ટિને અલ્પવેદના અને અમારી સમ્યગ્દષ્ટિને મહાવેદના હોય છે.
તેજોલેશી મનુષ્યોના ક્રિયાના કથનમાં જે સંયત મનુષ્યો છે, તેના બે ભેદ છે–પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત. તેમાં અપ્રમત્ત સંયતને એક માયાવત્તિયા ક્રિયા અને પ્રમત્તસંયતને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. તેજોલેશ્યામાં વીતરાગ અવસ્થા હોતી નથી, તેથી સરાગ સંયત–વીતરાગસયત, તે પ્રમાણે ભેદ થતા નથી. શેષ તેજોલેશી સર્વ જીવોનું કથન સલેશી જીવોની સમાન જાણવું. તે જ રીતે પડ્યૂલેશી સર્વ જીવોનું અને મનુષ્યોનું કથન કરવું. પ્રશ્ન-૯ઃ શું શુક્લલશી જીવોના આહાર આદિ સમાન હોય છે? ઉત્તર– તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વૈમાનિક, આ ત્રણ દંડકના જીવોમાં જ શુક્લ લેશ્યા હોય છે. તેના સમાહાર આદિ સાતે દ્વારનું કથન સલેશી જીવોની સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org