________________
૧ર
Cocobobc C
) GU)
GCS CS CS CS CS
મૂકે છે અને અલ્પશરીરી દેવો અલ્પ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે અને દીર્ઘકાલે શ્વાસોશ્વાસ લે છે અને મૂકે છે. કર્મ-વર્ણ-લેશ્યા– સર્વ દેવોના કર્માદિ સમાન હોતા નથી. દેવોના બે પ્રકાર છેપૂર્વોત્પન અને પશ્ચાદુત્પન. તેમાંથી પૂર્વોત્પનદેવોના ઘણા શુભ કર્મો ભોગવાઈ ગયા હોવાથી અને ઘણા અશુભ કર્મોનો બંધ થયો હોવાથી તે મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધલેશ્યાવાળા હોય છે. પશ્ચાત્પન્ન દેવો અલ્પકર્મી, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ લેશ્યાવાળા હોય છે.
વેદનાસર્વ દેવોને સમાન વેદના હોતી નથી. ભવનપતિ અને વ્યંતર દેવોના બે પ્રકાર છે–સંજ્ઞીભૂત અને અસંશીભૂત. તેમાંથી સંજ્ઞીભૂત દેવોને અધિક વેદના અને અસંશી ભૂત દેવોને અલ્પવેદના હોય છે. - જ્યોતિષી અને વૈમાનિક દેવોના બે પ્રકાર છે– માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ. તેમાંથી માયી મિથ્યાદષ્ટિને શાતા વેદનીય કર્મની અપેક્ષાએ અલ્પવેદના અને અમારી સમ્યગુદષ્ટિને શાતાવેદનીય કર્મના તીવ્ર વિપાકની અપેક્ષાએ મહાવેદના હોય છે. કિયા- સર્વદેવોને સમાન ક્રિયા હોતી નથી. દેવોના ત્રણ પ્રકાર છે– સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાંથી મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિદેવોને પાંચક્રિયા અને સમ્યગુદષ્ટિ દેવોને પ્રથમ ચાર ક્રિયા હોય છે. આયુષ્ય- સર્વદેવો સમાન આયુષ્યવાળા હોતા નથી. તેના ચાર ભેદોનૈરયિકોની જેમ જાણવા. પ્રશ્ન-૪ઃ સલેશી સર્વ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવો શું સમાન આહારાદિવાળા હોય છે? ઉત્તર- સલેશી સર્વ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવોના આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ અને વેશ્યાનું કથન નૈરયિકોની સમાન હોય છે. વેદના- સર્વ સ્થાવર અને વિકલેન્દ્રિય જીવો અસંજ્ઞી હોવાથી સમાન રૂપે અનિદા–અવ્યક્ત વેદનાનું વેદન કરે છે. કિયા- સર્વ સ્થાવર અને વિકલેન્દ્રિય જીવો મિથ્યાત્વી હોવાથી તેઓને એકસમાન પાંચ ક્રિયા હોય છે. જો કે વિકલેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમકિત હોય છે, પરંતુ સાસ્વાદન સમકિતી વિકસેન્દ્રિય જીવો અત્યંત અલ્પ સમયમાં જ મિથ્યાત્વને પામે છે, તેથી તે જીવોને મિથ્યાત્વજન્યક્રિયાનો અભાવ થતો નથી અને સ્થવારની જેમ પાંચે ક્રિયા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org