________________
* S
પ્રજ્ઞાપના-૩
SC0D ce 365
કરે છે, વારંવાર તેનું પરિણમન કરે છે અને જે નારકીઓ અલ્પશરીરી(અલ્પ અવગાહનાવાળા) હોય, તેના આહાર અને શ્વાસોશ્વાસ આદિ અલ્પ હોય છે. કર્મ, વર્ણ, વેશ્યા – સર્વ નરયિકોના કર્મ, વર્ણ અને વેશ્યા સમાન હોતા નથી. નારકીઓના બે પ્રકાર છે–પૂર્વોત્પન્ન-પહેલા ઉત્પન્ન થયેલા અને પશ્ચાદુત્પન્નપાછળથી ઉત્પન્ન થયેલા. તેમાંથી પૂર્વોત્પન્નનૈરયિકોના ઘણા કર્મો ભોગવાઈ ગયા હોવાથી તે અલ્પ કર્મવાળા, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ વેશ્યાવાળા હોય છે અને પશ્ચાદુત્પન્ન નૈરયિકોના ઘણા કર્મો ભોગવવાના શેષ હોવાથી તે મહાકર્મવાળા, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. વેદના- સર્વનૈરયિકો સમાન વેદનાવાળા હોતા નથી. નૈરયિકોના બે પ્રકાર છે(૧) સંશીભૂત એટલે સમ્યગ્દષ્ટિ કે પર્યાપ્તા. સંશીભૂત નૈરયિકોને પૂર્વ ભવના પાપના પશ્ચાત્તાપથી અધિક માનસિક વેદના થાય છે. (૨) અસંશીભૂત એટલે મિથ્યાત્વી કે અપર્યાપ્ત. તેઓને પશ્ચાતાપના અભાવમાં અલ્પવેદના હોય છે. કિયા- સર્વનૈરયિકો સમાન ક્રિયાવાળા હોતા નથી.નૈરયિકોના ત્રણ પ્રકાર છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાંથી મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયા હોય છે. જેમ કે- (૧) આરંભિકી, (ર) પારિગ્રહિક (૩) માયા પ્રત્યયિકી (૪) અપ્રત્યાખ્યાનિકી (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા.
સમ્યગુદષ્ટિ નૈરયિકોને પ્રથમની ચાર ક્રિયા જ હોય છે. આયુષ્ય- સર્વ નૈરયિકો સમાન આયુષ્યાવાળા નથી. તેમાં આયુષ્ય સંબંધી ચાર ભંગ થાય છે– (૧) કેટલાકનૈરયિકો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે. (ર) કેટલાક નૈરયિકો સમાન આયુષ્યવાળા અને વિષમ ઉત્પત્તિવાળા–આગળ પાછળ ઉત્પન થયેલા હોય છે. (૩) કેટલાકનૈરયિકો વિષમ આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા હોય છે. (૪) કેટલાક નૈરયિકો વિષમ આયુષ્યાવાળા અને વિષમ ઉત્પત્તિવાળા હોય છે. પ્રશ્ન-૩ઃ સલેશી સર્વ દેવોના આહાર, શરીર આદિ શું સમાન હોય છે કે અસમાન? ઉત્તર– આહાર, શરીર–સલેશી સર્વ દેવોના આહારાદિ સમાન હોતા નથી. દેવોના બે પ્રકાર છે– મહાશરીરી અને અલ્પશરીરી. તેમાંથી જે મહાશરીરી છે તે અધિક પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે છે અને અલ્પ સમયે શ્વાસોશ્વાસ લે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org