________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે પણ ન બ ૧૧૭] અસંયોગી એક ભંગ- (૧) સર્વ જીવો દશ પ્રયોગી. હિંસયોગી બે ભંગ – (૧) ઘણા દશ પ્રયોગી અને એક કાર્મણકાય પ્રયોગી (૨) ઘણા દશ પ્રયોગી અને ઘણા કાર્મણકાય પ્રયોગી.
અસંયોગી એક ભંગ +દ્વિસંયોગી બે ભંગ = ત્રણ ભંગ થાય છે. આ રીતે જ્યાં એક પ્રયોગ અશાશ્વત હોય, ત્યાં ત્રણ ભંગ, બે પ્રયોગ અશાશ્વત હોય, ત્યાં નવ ભંગ અને ત્રણ પ્રયોગ અશાશ્વત હોય ત્યાં સત્તાવીસ ભંગ થાય છે. પ્રશ્ન–૮ઃ પાંચ સ્થાવર જીવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર- વાયુકાયમાં ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયપ્રયોગ, આ પાંચ પ્રયોગ અને શેષ ચાર સ્થાવરમાં ઔદારિક, ઔદારિકમિશ્ર અને કાર્પણ કાયપ્રયોગ, આ ત્રણ પ્રયોગ હોય છે. આ ત્રણ કે પાંચ પ્રયોગ શાશ્વત જ છે તેથી અભંગ છે. પ્રશ્ન-૯ઃ ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પચેજિયમાં શાશ્વતઅશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણકાય પ્રયોગ અને વ્યવહાર વચન પ્રયોગ, આ ચાર પ્રયોગ હોય છે. તેમાંથી કાર્મણકાય પ્રયોગ ઉપપાત વિરહની અપેક્ષાએ અશાશ્વત છે, શેષત્રણ પ્રયોગશાશ્વત છે. એક પ્રયોગ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. પ્રશ્ન-૧૦ઃ સંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં આહારક અને આહારકમિશ્ર કાયપ્રયોગ, આ બે પ્રયોગને છોડીને શેષ તેર પ્રયોગ હોય છે. તેમાંથી એક કાર્પણ કાયપ્રયોગ અશાશ્વત, શેષ બાર પ્રયોગ શાશ્વત છે. તેમાં એક અશાશ્વતના ત્રણ ભંગ થાય છે. પ્રશ્ન-૧૧ઃ મનુષ્યોમાં શાશ્વત અશાયત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં પંદર પ્રયોગ હોય છે. તેમાંથી ઔદારિકમિશ્ર કાયપ્રયોગ, કાર્પણ કાયપ્રયોગ, આહારક અને આહારકમિશ્ર કાયપ્રયોગ, આ ચાર પ્રયોગ અશાશ્વત છે અને શેષ ૧૧ પ્રયોગ શાશ્વત છે. શાશ્વત-અશાશ્વત પ્રયોગના સંયોગથી ૮૧ ભંગ થાય છે. અસંયોગી ભંગ-૧ (૧) સર્વ જીવો અગિયાર પ્રયોગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org