________________
પ્રજ્ઞાપના
opCBCS
પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે નહિ પણ થી ૧૫ વ્યવહારમાં પ્રચલિત વિચારણા. ચારે પ્રકારના મનોપ્રયોગ સંજ્ઞી જીવોને હોય છે. મનોપ્રયોગ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. (૫) સત્યવચન પ્રયોગ (અસત્ય વચન પ્રયોગ (૭) મિશ્ર વચન પ્રયોગ (૮) વ્યવહાર વચન પ્રયોગ. સંજ્ઞી પંચેન્દ્રિયમાં ચારે પ્રકારના વચન પ્રયોગ હોય છે. વિલેન્દ્રિયોમાં વ્યવહારવચન પ્રયોગ હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. (૯) દારિક કાય પ્રયોગ– ઔદારિક શરીરનો વ્યાપાર. મનુષ્યો અને તિર્યચોમાં પર્યાપ્તાવસ્થામાં તથા શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની અપર્યાપ્તા અવસ્થામાં હોય છે. (૧૦) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ– દારિક + કાર્મણ અથવા ઔદારિક+ વૈક્રિય દ્વારા થતો વ્યાપાર. તે મનુષ્યો અને તિર્યંચોને પર્યાપ્ત-અપર્યાપ્તાવસ્થામાં હોય છે તથા ઔદારિક+આહારક શરીર દ્વારા થતો વ્યાપાર. તે મનુષ્યોને પર્યાપ્તા અવસ્થામાં જ હોય છે. (૧૧) વૈકિય કાયપ્રયોગ– વૈક્રિય શરીર દ્વારા થતો વ્યાપાર. નારકી અને દેવોને તથા વૈક્રિય લબ્ધિધારી મનુષ્યો અને તિર્યંચોને હોય છે. (૧૨) વૈકિય મિશ્ર કાયપ્રયોગ- વૈક્રિય + કાર્મણ અથવા વૈક્રિય + દારિક શરીર દ્વારા થતો વ્યાપાર. નારકીઓ અને દેવોને પર્યાપ્તા-અપર્યાપ્તાવસ્થામાં તથા મનુષ્યો અને તિર્યંચોને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરે ત્યારે હોય છે. (૧૩) આહારક કાયપ્રયોગ– આહારક શરીર દ્વારા થતો વ્યાપાર. તે ચૌદ પૂર્વધારી મુનિને જ હોય છે. (૧૪) આહારક મિશ્ર કાયપ્રયોગ– આહારક + ઔદારિક શરીર દ્વારા થતો વ્યાપાર. આહારક શરીર બનાવવાનો પ્રારંભ કરે, ત્યારે ચૌદ પૂર્વધારી મુનિને હોય છે. (૧૫) કાર્પણ કાયપ્રયોગ-કાશ્મણ શરીર દ્વારા થતો વ્યાપાર-ચારે ગતિના જીવોને વિગ્રહગતિમાં(વાટે વહેતામાં) હોય તથા કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે હોય છે. પ્રશ્ન-૨ઃ તૈજસ કાયપ્રયોગ કેમ નથી? ઉત્તર-તૈજસ અને કાર્મણ શરીર સહચારી છે, તે બંને શરીરનો વ્યાપાર એક સાથે જ થાય છે, તેથી કાર્મણની પ્રમુખતાએ તૈજસ કાયપ્રયોગની પૃથક્ ગણના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org