________________
૧૧૪ BC
3:
3 0: ફૂલ–આમ સ્તોકાલય (૧) ચાર પુરુષો સાથે નીકળ્યા, સાથે પહોંચ્યા. (૨) ચાર પુરુષો સાથે નીકળ્યા, સાથે ન પહોંચ્યા. (૩) ચાર પુરુષો સાથે ન નીકળ્યા, સાથે પહોંચ્યા.
(૪) ચાર પુરુષો સાથે ન નીકળ્યા, સાથે ન પહોંચ્યા. (૧૫) વકગતિ- તેના ચાર પ્રકાર છે– (૧) ઘટ્ટનતા– લંગડાતા ચાલવું. (ર) સ્તંભનતા–અટકી-અટકીને ચાલવું (૩) શ્લેષણતાશરીરના એક અંગથી બીજા અંગનો સ્પર્શ કરીને ચાલવું. (૪) પ્રપતનું– પડતા-પડતા ચાલવું. આ ચારે ગતિ અનિષ્ટ અને અપ્રશસ્ત હોવાથી વક્રગતિ કહેવાય છે. (૧) પંકગતિ- પંક = કીચડમાં ગતિ કરવી અને ઉપલક્ષણથી જળમાં થતી ગતિ, તે પંકગતિ કહેવાય છે. (૧૭) બંધન વિમોચન ગતિ – આમ આદિ ફળોની પોતાની ડાળીના બંધનથી છૂટા પડીને થતી ગતિ.
[[૧૧] શાચા રાજાની
(શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧) પ્રશ્ન-૧ઃ પ્રયોગ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર– (૧) વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી થતાં આત્મ પ્રદેશોના પરિસ્પંદનને પ્રયોગ કહે છે. (૨) જેના દ્વારા જીવ ક્રિયાઓથી સંબંધિત થાય તે પ્રયોગ છે. (૩) સાંપરાયિક કે ઐયંપથિક કર્મબંધના કારણને પ્રયોગ કહે છે. (૪) જીવ દ્વારા થતાં પુદ્ગલ ગ્રહણને અથવા પુદ્ગલ પરિણમનના સાધનને પ્રયોગ કહે છે. પ્રયોગના મુખ્ય ત્રણ ભેદ છે– મન પ્રયોગ, વચન પ્રયોગ અને કાય પ્રયોગ.
તેમાં મનપ્રયોગના ચાર, વચનપ્રયોગના ચાર અને કાયપ્રયોગના સાત ભેદ= કુલ પંદર ભેદ થાય છે. (૧) સત્યમનપ્રયોગ – પ્રાણીમાત્ર માટે હિતકારી અથવા સત્યવિચારણા. (૨) અસત્યમનપ્રયોગ – સત્યથી વિપરીત વિચારણા. (૩) મિશ્ર મનપ્રયોગ – સત્ય-અસત્યથી મિશ્રિત વિચારણા. (૪) વ્યવહાર અને પ્રયોગ - જે સત્ય પણ ન હોય, અસત્ય પણ ન હોય, માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org