________________
3
4
02
DCAS
3
,3
PC Co.
(૧૨) હરિહર ભાઈ જ િ વ િફૂલ-આમ સ્તકાલય મનુષ્યક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં મનુષ્યનું જવું, તે મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ છે. તેના બે ભેદ છે– (૧) સંમૂર્છાિમ મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ (૨) ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ.
૪. દેવ ક્ષેત્રોપપાતગતિ- દેવો જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે દેવક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં દેવોનું જવું, તે દેવ ક્ષેત્રો પપાતગતિ છે. ભવનપતિ આદિ ચાર જાતિના દેવોની અપેક્ષાએ દેવક્ષેત્રોપપાતગતિના ચાર પ્રકાર છે.
૫. સિદ્ધક્ષેત્રોપપાતગતિ– સિદ્ધ થયેલા જીવોનું સિદ્ધ ક્ષેત્રમાં જવું, તે સિદ્ધક્ષેત્રો પપાતગતિ છે. અઢી દ્વીપક્ષેત્રના જુદા જુદા વિભાગોમાંથી જીવો સિદ્ધ થાય છે. તે જુદા જુદા વિભાગોના ૫૭ ભેદ છે– (૧) ભરત-ઐરાવતક્ષેત્ર (૨) ચૂલહિમવંત અને શિખરી વર્ષધર પર્વત (૩) હેમવય-હેરણ્યવયક્ષેત્ર (૪) શબ્દાપાતી-વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વત (૫) મહાહિમવંત અને રુક્મિવર્ષધર પર્વત () હરિવર્ષ-રમ્યફવર્ષક્ષેત્ર (૭) ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વત (૮) નિષધ-નીલવંત વર્ષધર પર્વત (૯) પૂર્વ-પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર (૧૦) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર (૧૧) મેરુ પર્વત. (૧૨ થી ૩૩) ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધના ૧૧-૧૧ ક્ષેત્રો ગણતાં રર ક્ષેત્રો. (૩૪ થી પ૫) પુષ્કરાદ્ધ દીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના ૧૧-૧૧ ક્ષેત્રો ગણતાં રર ક્ષેત્રો (પ) લવણ સમુદ્ર (૫૭) કાલોદધિ સમુદ્ર, આ પ૭ ક્ષેત્રોના કોઈ પણ વિભાગમાંથી જીવ સિદ્ધ થાય છે, તેથી સિદ્ધ ક્ષેત્રોષપાતગતિના પ૭ ભેદ છે. આ રીતે ક્ષેત્રો૫પાતગતિના ૭+૫+૨+૪+૫૭૦૭૫ ભેદ થાય છે. પ્રશ્ન-૮ઃ ભવોપપાતગતિ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર- કર્મયુક્ત જીવોનું નારકાદિપણે રહેવું, તે ભવ છે. જીવોનું તે તે ભવને પ્રાપ્ત થવું, તે ભવોપપાતગતિ છે. નારકી, તિર્યચ, મનુષ્ય, દેવભવ, આ ચાર પ્રકારના ભવની અપેક્ષાએ ભવોપપાતગતિના ચાર પ્રકાર છે. તેમાં નારક ભવોપપાતગતિના સાત ભેદ, તિર્યંચ ભવોપપાતગતિના પાંચ ભેદ, મનુષ્ય ભવોપપાતગતિના બે ભેદ અને દેવ ભવોપપાતગતિના ચાર ભેદ છે. પ્રશ્ન-૯૦ નોભવોપપાતગતિ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર- કર્મમુક્ત જીવોની ગતિ અથવા પુલની ગતિને નોભવોપપાતગતિ કહે છે. તેના બે ભેદ છે– (૧) સિદ્ધનોભવોપપાતગતિ (ર) પુદ્ગલનોભવોપપાતગતિ. સિદ્ધનોભવોપપાતગતિના બે ભેદ છે– (૧) અનંતર સિદ્ધ નોભવોપપાતગતિ (૨) પરંપરસિદ્ધ નોભવોપપાતગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org