________________
પ્રશાપના—જીવાભિગમ સૂત્ર આધારિત
૧૧૧
ઉત્તર— ગતિ પ્રપાતના પાંચ પ્રકાર છે, જેમ કે– (૧) પ્રયોગગતિ (૨) તતગતિ (૩) બંધન-છેદન ગતિ (૪) ઉ૫પાતગતિ (૫) વિહાયોગતિ. પ્રશ્ન-૩: પ્રયોગગતિ એટલે શું અને એના કેટલા ભેદ છે ?
ઉત્તર- આત્માના વિશેષ વ્યાપાર રૂપ પંદર યોગની પ્રવૃત્તિને પ્રયોગગતિ કહે છે. યોગના પંદર પ્રકારની જેમ પ્રયોગગતિના પણ પંદર પ્રકાર છે.
પ્રશ્ન-૪ : તતગતિ એટલે શું ?
ઉત્તર– તત એટલે વિસ્તારવાળી ગતિ. જેમ કે કોઈ મનુષ્ય એક ગામથી બીજે ગામ જવા માટે ગતિ કરે, ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચે ત્યાં સુધી માર્ગમાં એક-એક કદમ મૂકતા દેશાંતર પ્રાપ્તિ રૂપ જે ગતિ થાય તે તતગતિ છે.
પ્રશ્ન-૫ઃ બંધન-છેદનગતિ એટલે શું?
ઉત્તર- બંધન તૂટવાથી જે ગતિ થાય, તે બંધન-છેદનગતિ છે. જેમ કે આયુષ્ય પૂર્ણ થતાં શરીરથી મુક્ત જીવ અને જીવથી મુક્ત શરીરની જે ગતિ થાય, તે બંધનછેદનગતિ છે.
પ્રશ્ન-૬: ઉપપાતગતિ એટલે શું ? તેના કેટલા ભેદ છે ?
ઉત્તર- નવા ઉત્પત્તિસ્થાનમાં જન્મ ધારણ કરવા જે ગતિ થાય, તે ઉપપાતગતિ છે. તેના ત્રણ ભેદ છે– (૧) ક્ષેત્રોપપાતગતિ. (૨) ભવોષપાતગતિ અને (૩) નોભવોપપાતગતિ.
પ્રશ્ન-૭: ક્ષેત્રોષપાતગતિના કેટલા ભેદ છે ?
ઉત્તર– નરકાદિ ક્ષેત્રમાં જીવનું ઉત્પન્ન થવું, તે ક્ષેત્રોપપાત ગતિ છે. તેના મૂળ પાંચ ભેદ અને ઉત્તર ભેદ ૭૫ છે–
૧. નરકક્ષેત્રોષપાતગતિ – નૈરયિકો જે ક્ષેત્રમાં રહે, તે નરકક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં નૈરયિકોનું ઉત્પન્ન થવું, તે નરકક્ષેત્રોપપાતગતિ છે. સાત નરકની અપેક્ષાએ તેના સાત ભેદ છે.
-
૨. તિર્યંચ ક્ષેત્રોષપાતગતિ – તિર્યંચ જીવો જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે તિર્યંચક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં તિર્યંચોનું જવું, તે તિર્યંચક્ષેત્રોપપાત ગતિ છે. એકેન્દ્રિયાદિ જાતિની અપેક્ષાએ તિર્યંચના પાંચ ભેદ છે તેથી તિર્યંચ ક્ષેત્રોષપાત ગતિના પણ પાંચ ભેદ છે.
૩. મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ
Jain Education International
મનુષ્ય જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે
For Private & Personal Use Only
www.jainelibrary.org