________________
પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે
૧૧૩
પુદ્ગલ નોભવોપપાતગતિ– પુદ્ગલ પરમાણુના લોકના એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી જવું, તે પુદ્ગલ નોભવોપપાતગતિ છે. તેના છ ભેદ છે– (૧) પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાંત સુધી જવું (૨) પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સુધી જવું. (૩) ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સુધી જવું. (૪) દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સુધી જવું. (૫) ઊર્ધ્વ ચરમાંતથી અધો ચરમાંત સુધી જવું (૬) અધો ચરમાંતથી ઊર્ધ્વ ચરમાંત સુધી જવું.
પ્રશ્ન-૧૦: વિહાયોગતિ એટલે શું ? તેના કેટલા ભેદ છે ?
ઉત્તર- આકાશમાં કે માર્ગમાં થતી ગતિને વિહાયોગતિ કહે છે. તેના ૧૭ ભેદ છે– (૧) સ્પૃશદ્દ્ગતિ– એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં જીવ અને પુદ્ગલ માર્ગમાં રહેલા આકાશ પ્રદેશોને સ્પર્શ કરતાં ક્રમિક ગતિ કરે તેને સ્પૃશતિ કહેવાય છે. સ્થૂલ પુદ્ગલોમાં અને ઔદારિક આદિ ત્રણ શરીરયુક્ત જીવોમાં આ ગતિ હોય છે.
(૨) અસ્પૃશદ્દ્ગતિ– એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં જીવ અને પુદ્ગલ માર્ગમાં રહેલા આકાશ પ્રદેશોને સ્પર્શ ન કરતાં એટલે કે બંદૂકની ગોળીની જેમ અક્રમિક અને તીવ્ર ગતિથી ગમન કરે તેને અસ્પૃશતિ કહેવાય છે. સૂક્ષ્મ પુદ્ગલો અને માત્ર તૈજસ-કાર્પણ શરીરયુક્ત જીવોમાં આ ગતિ હોય શકે છે.
(૩) ઉપસંપર્ધમાનગતિ− બીજાના આશ્રયપૂર્વક થતી ગતિ, જેમ કે સાર્થવાહના આશ્રયે થતી અન્ય વ્યાપારીઓની ગતિ.
(૪) અનુપસંપર્ધમાનગતિ− બીજાના આશ્રય વિના થતી ગતિ. (૫) પુદ્ગલગતિ– પુદ્ગલની ગતિને પુદ્ગલ ગતિ કહે છે. (૬) મંડૂકગતિ– દેડકાની જેમ કૂદતાં-કૂદતાં જવું તે.
(૭) નૌકાગતિ– નૌકા દ્વારા થતી ગતિ. (૮) નયગતિ– નૈગમાદિ નય દ્વારા સ્વમતની પુષ્ટિ કરવી. (૯) છાયાગતિ– છાયાનું અનુસરણ કરીને થતી ગતિ. (૧૦) છાયાનુપાતગતિ– પુરુષની સાથે તેની છાયાની જે ગતિ થાય તે. (૧૧) લેશ્યાગતિ– લેશ્યાના પુદ્ગલોની ગતિ. (૧૨) લેશ્યાનુપાતગતિ– લેશ્મા અનુસાર જીવની ગતિ થાય તે. (૧૩) ઉદ્દિશ્ય પ્રવિભક્તગતિ– કોઈઉદ્દેશપૂર્વક થતી ચોક્કસ ગતિ, જેમ કે– આચાર્યાદિની પાસે ધર્મોપદેશ સાંભળવા કે પ્રશ્ન પૂછવા જવા માટે થતી ગતિ.
(૧૪) ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ– ચાર પુરુષોની ચાર પ્રકારે થતી ગતિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org