________________
હb
5 6 COCOCO
CODC0D
05
ય
૧૬ કળ થ દ ધ ધ ધ ને ફૂલ-આમ સ્તકાલય પ્રશ્ન-૩: સમુચ્ચય જીવોમાં કેટલા પ્રયોગ હોય છે? ઉત્તર– સમુચ્ચય જીવોમાં ઉપરોક્ત પંદર પ્રયોગ હોય શકે છે. પ્રશ્ન-૪ઃ શાશ્વત પ્રયોગ એટલે શું? ઉત્તર- જે પ્રયોગ કરનારા જીવો લોકમાં હમેશાં હોય, તે શાશ્વતપ્રયોગ છે. પ્રશ્ન-૫ઃ અશાશ્વત પ્રયોગ એટલે શું? ઉત્તર– જે પ્રયોગ કરનારા જીવો લોકમાં ક્યારેક હોય અને ક્યારેક ન હોય તે અશાશ્વત પ્રયોગ છે. પ્રશ્ન-૬ઃ સમુચ્ચય જીવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ કેટલા અને તેનાથી બનતા ભંગ કેટલા? ઉત્તર– સમુચ્ચય જીવોમાં ૧૩ પ્રયોગ શાશ્વત છે અને આહારક કાયયોગ તથા આહારક મિશ્રદાય પ્રયોગ, આ બે પ્રયોગ અશાશ્વત છે. આહારકશરીરી જીવોનો ઉત્કૃષ્ટ છ માસનો વિરહ છે. આ વિરહ કાળમાં તે બંને પ્રયોગવાળા જીવો હોતા નથી. શેષ મન, વચન, કાયનો પ્રયોગ કરનારા જીવો હંમેશાં હોય છે. શાશ્વતઅશાશ્વત પ્રયોગના સંયોગથી તેના નવ ભંગ આ પ્રમાણે થાય છેઅસંયોગી એક ભંગ (૧) સર્વ જીવો તેર પ્રયોગવાળા હોય છે. દ્વિસંયોગી ચાર બંગ- (૧) તેર પ્રયોગી ઘણા, આહારક કાય પ્રયોગી એક (૨) તેર પ્રયોગી ઘણા, આહારક કાય પ્રયોગ ઘણા (૩) તેર પ્રયોગી ઘણા, આહારક મિશ્રકા પ્રયોગી એક (૪) તેર પ્રયોગી ઘણા, આહારક મિશ્રદાય પ્રયોગી ઘણા. ત્રિસંયોગી ચાર ભંગ- (૧) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગ એક, આહારક મિશ્રકાય પ્રયોગ એક (૨) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગી એક, આહારક મિશ્રકાય પ્રયોગી ઘણા (૩) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગ ઘણા, આહારક મિશ્રદાય પ્રયોગી એક (૪) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગી ઘણા, આહારકમિશ્નકાય પ્રયોગ ઘણા.
આ રીતે અસંયોગી એક + દ્વિસંયોગી ચાર + ત્રિસંયોગી ચાર = નવ ભંગ થાય છે. પ્રશ્ન–૭: નારકી દેવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર- નારકી અને દેવોમાં ચાર પ્રયોગ મનના, ચાર પ્રયોગ વચનના તથા વૈક્રિયકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રદાય પ્રયોગ અને કાર્પણ કાર્ય પ્રયોગ, આ ૧૧ પ્રયોગ હોય છે. તેમાંથી ઉપપાત વિરહકાલની અપેક્ષાએ કાર્પણ કાર્ય પ્રયોગ અશાશ્વત અને શેષ ૧૦ પ્રયોગ શાશ્વત હોય છે, તેના ત્રણ ભંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org