________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ કે ૯૫ | તૈજસ-કાશ્મણ શરીર તેના જ બઢેલગવૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે. મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૨૦ઃ વૈમાનિક દેવોના બહેલગ-મુક્કલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર-વૈમાનિક દેવોના બહેલગ ઔદારિક કે આહારક શરીર નથી, મુશ્કેલગ ઔદારિક અને આહારક શરીર અનંત છે. વૈમાનિકદેવોના બઢેલગવૈકિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાતનું પ્રમાણ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં જે રાશિપ્રાપ્ત થાય તેટલી શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ વૈમાનિકદેવોના બઢેલગવૈક્રિય શરીર છે, તેના મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે.
વૈમાનિક દેવોના બદ્ધલગ તૈજસ-કાશ્મણ શરીર તેના જ બદ્ધલગ વૈક્રિય શરીરની સમાન અસંખ્યાત છે. મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે.
અગરિયો | શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧પ/ર0)
પ્રશ્ન–૧ઃ દ્રવ્યક્રિય કોને કહેવાય? ઉત્તર- ઈન્દ્રિયોની પૌલિક રચનાઓને દ્રવ્યેન્દ્રિય કહે છે. તેના બે ભેદ છે. (૧) નિવૃત્તિ દ્રવ્યકિય – અંગોપાંગ નામ કર્મના ઉદયથી થતી ઇન્દ્રિયોની આત્યંતર પૌલિક રચનાને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહે છે.
ઇન્દ્રિયોની આત્યંતરરચના સર્વ જીવોની એકસમાન હોય છે. ઈન્દ્રિયોના સંસ્થાનનું કથન પણ આત્યંતર નિવૃત્તિની અપેક્ષાએ હોય છે. (૨) ઉપકરણબેન્દ્રિય-નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પર ઉપકાર કરે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે અને ઇન્દ્રિયોની બાહ્ય પૌગલિક રચનાને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહે છે. પ્રત્યેક જીવોની ઇન્દ્રિયોમાં બાહ્ય રચનાનો આકાર જુદા-જુદો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org