________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , જ થિ થી ૯૯] હતી, વર્તમાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે અને ભવિષ્યમાં નારકીપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો તે જીવ ભવિષ્યમાં નરકમાં જન્મ ધારણ કર્યા વિના જ મોક્ષે જાય, તો તેને નારકીપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થતી નથી અને જો તે જીવ પુનઃ નારકીપણે જન્મ ધારણ કરે તો જેટલી વાર જન્મ ધારણ કરશે તે પ્રમાણે આઠ, સોળ વાવ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
આ રીતે એક નારકીને સંજ્ઞી મનુષ્ય અને પાંચ અનુત્તરવિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં તે તે ભવપણાની દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યમાં તે તે ભવપણાની દ્રવ્યેન્દ્રિયો કેટલાકને પ્રાપ્ત થશે અને કેટલાકને થશે નહીં, જેને થશે, તેને એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઈન્દ્રિયપણે બે, ચાર, છ, તે ઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેક્રિયપણે છ, બાર, અઢાર, ચોવીસ; પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે.
એક નારકીને ભૂતકાળમાં મનુષ્યપણે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં મનુષ્યપણાની દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યમાં અવશ્ય પ્રાપ્ત થશે તેમાં આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
એક નારકીને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી, કારણ કે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો જીવ ત્યાર પછી
ક્યારેય પણ નરકગતિમાં જન્મ ધારણ કરતો નથી; વર્તમાનમાં તેને દેવપણાની દ્રવ્યેન્દ્રિયો નથી. ભવિષ્યમાં ચાર અનુત્તર વિમાનના દેવપણે પ્રાપ્ત થશે તો આઠ અથવા સોળ પ્રાપ્ત થશે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે પ્રાપ્ત થશે તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. કોઈપણ જીવ ચાર અનુત્તરવિમાનમાં બે વાર અને સવર્ણસિદ્ધવિમાનમાં એક વાર ઉત્પન્ન થયા પછી અનંતર મનુષ્ય ભવમાં અવશ્ય મુકત થઈ જાય છે.
આ જ રીતે દશ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોની ૨૪ દંડકના જીવપણે થતી સૈકાલિક દ્રવ્યેન્દ્રિયનું વર્ણન જાણવું.
પહેલા દેવલોકથી નવ રૈવેયક સુધીના પ્રત્યેક દેવને પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તરવિમાનના દેવપણે કેટલાક જીવને ભૂતકાળમાં દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. કેટલાકને થઈ નથી, જેને થઈ હોય તેને આઠ જ થઈ હોય છે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલીન દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી.
. વર્તમાનમાં સ્વસ્થાનપણે આઠ દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં કેટલાકને પ્રાપ્ત થશે, કેટલાકને પ્રાપ્ત થશે નહી. જેને પ્રાપ્ત થશે, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org