________________
૧/૨
COCOCOCOCOS
શા
)
[૧૦૨ 0 0 0 0 0 0 0 ફૂલ-આમ સ્તકાલય સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. અનુત્તરવિમાનનાદેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. વર્તમાનમાં સ્વસ્થાનની અપેક્ષાએ અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે દ્રવ્યેન્દ્રિયો નથી.
* ભવિષ્યમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યન્દ્રિયો થશે. અનુત્તરવિમાનનાદેવપણે વનસ્પતિકાયિકજીવોને ભવિષ્યકાલમાં અનંત દ્રવ્યન્દ્રિયો અને શેષ સર્વ જીવોને અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો થશે.
અનેક મનુષ્યોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. અનુત્તર વિમાનના દેવપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. વર્તમાનમાં સ્વસ્થાનમાં સંખ્યાત અથવા અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો હોય છે. સંમૂર્છાિમ મનુષ્યોનો વિરહ હોય, ત્યારે ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ સંખ્યાત અને સમૃદ્ઘિમ મનુષ્યોનો વિરહ ન હોય ત્યારે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો હોય છે અને પરસ્થાનપણે દ્રવ્યેન્દ્રિયો હોતી નથી. ભવિષ્યમાં અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. અનુત્તર વિમાનમાં સંખ્યાત અથવા અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
પહેલા દેવલોકથી નવ શૈવેયક સુધીના અનેક દેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. પાંચ અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે, વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત અને પરસ્થાનપણે નથી. ભવિષ્યકાલમાં પાંચ અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત અને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
- ચાર અનુત્તર વિમાનના દેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત અને અનુત્તર વિમાનનાદેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં સંશી મનુષ્ય અને વૈમાનિક દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે નહીં. મનુષ્ય અને ચાર અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
સવાર્થસિદ્ધવિમાનના અનેકદેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિય, પાંચ અનુત્તરવિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં સ્વાસ્થાનમાં સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં મનુષ્યપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અન્ય કોઈ પણ દંડકના જીવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org