________________
°°°°°°800 ફૂલ-આપ્ર સ્તોકાલય
એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઇન્દ્રિયપણે બે, ચાર, છ; તેઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છ, બાર, અઢાર, પંચેન્દ્રિયપણામાં મનુષ્ય અને અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં આઠ, સોળ યાવતુ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તર વિમાનના દેવપણે આઠ અથવા સોળ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને મનુષ્યપણે અવશ્ય આઠ, સોળ યાવત્ અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
૧૦૦
ચાર અનુત્તર વિમાનના એક દેવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તર વિમાનના દેવને ભૂતકાલમાં અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા ન થઈ હોય. જો થઈ હોય તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી.
વર્તમાનમાં સ્વસ્થાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે, પ૨સ્થાનપણે નથી. ભવિષ્યમાં અનુત્તર વિમાનના દેવને નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયપણે દ્રવ્યેન્દ્રિયો થશે નહીં, કારણ કે અનુત્તર વિમાનમાં જન્મ ધારણ કરેલા દેવ ભવિષ્યમાં મનુષ્ય અને વૈમાનિક દેવપણે જ જન્મ ધારણ કરે છે, અન્યત્ર જન્મ ધારણ કરતા નથી. ચાર અનુત્તર વિમાનના દેવને ભવિષ્યકાલમાં વૈમાનિક દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે, તો પહેલા દેવલોકથી નવ ચૈવેયક સુધીના દેવપણે આઠ, સોળ યાવત્ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને પાંચ અનુત્તર વિમાનના દેવપણે જો થશે, તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે, પરંતુ મનુષ્યપણે અવશ્ય આઠ, સોળ યાવત્ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
સર્વાર્થ સિદ્ધવિમાનના એક દેવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા પ્રાપ્ત થઈ ન હોય. જો થઈ હોય, તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. વર્તમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ દ્રવ્યેન્દ્રિયો છે, ભવિષ્યમાં એક સંશી મનુષ્યપણે અવશ્ય આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે, ત્યાર પછી તે જીવ મુક્ત થઈ જાય છે માટે અન્ય કોઈ પણ સ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો થશે નહીં.
પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્યના એક-એક જીવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં સ્વસ્થાનમાં પોત-પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org