________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૯૩
પર્યાપ્ત સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી કેટલાક તિર્યંચને જ વૈક્રિય લબ્ધિ હોય છે તેથી તેના બઢેલગ વૈક્રિય શરીરનું પ્રમાણ નારકી, દેવોથી અત્યંત અલ્પ છે. મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે. તિર્યંચ પંચેન્દ્રિયોને બઢેલગ આહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે.
પ્રશ્ન-૧૭ મનુષ્યોના બઢેલગ-મુશ્કેલગ ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર– મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા હોય છે. જ્યારે સંમૂર્ચ્છિમ મનુષ્યોનો વિરહકાલ હોય, ત્યારે કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા હોવાથી બન્નેલગ ઔદારિક શરીર સંખ્યાતા હોય છે. તે સંખ્યાતાના માપનું કથન ચાર પ્રકારે થાય છે. (૧) તે ૨૯ અંક પ્રમાણ છે.
(૨) ત્રણ યમલપદથી અધિક અને ચાર યમલપદથી ન્યૂન ગર્ભજ મનુષ્યો છે. આઠ અંકરાશિને એક યમલપદ કહે છે. ત્રણ યમલપદ એટલે ૮×૩=૨૪ અંક રાશિથી અધિક અને ચાર યમલપદ એટલે ૮×૪=૩ર અંકરાશિથી ન્યૂન અર્થાત્ ૨૯ અંકરાશિ પ્રમાણ ગર્ભજ મનુષ્યોના બન્નેલગ ઔદારિક શરીર છે.
(૩) ગર્ભજ મનુષ્યો પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગથી ગુણતા જે રાશિ પ્રાપ્ત થાય, તેટલા છે. કોઈ પણ રાશિને તે જ રાશિથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય, તે વર્ગ કહેવાય. વર્ગનો પ્રારંભ બેની સંખ્યાથી થાય છે, તેથી પ્રથમ વર્ગ ૨×૨=૪. બીજો વર્ગ ૪૪૪=૧૬. ત્રીજો વર્ગ ૧૬×૧૬-૨૫૬. ચોથો વર્ગ ૨૫×૨૫૬=૫૫૩૬. પાંચમો વર્ગ ૫૫૩૬×૫૫૩=૪, ૨૯, ૪૯, ૬૭, ૨૯૬. આ અંકરાશિને તે જ સંખ્યાથી ગુણતાં છઠ્ઠો વર્ગ આવે છે. પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગથી ગુણતાં જે રાશિ આવે તેટલા ગર્ભજ મનુષ્યો છે અને તેટલા જ બન્નેલગ ઔદારિક શરીર છે.
(૪) ગર્ભજ મનુષ્યો ૯૬ છેદનકદાયીરાશિ પ્રમાણ છે. જે રાશિને બે થી ૯૬ વાર ભાગતાં અંતમાં એક આવે તે રાશિ ૯૬ છેદનકદાયીરાશિ કહેવાય છે અથવા એક અંકને સ્થાપિત કરીને ઉત્તરોત્તર ૯૬ વાર બમણા-બમણા કરતાં જે રાશિ આવે તે ૯૬ છેદનકદાયીરાશિ થાય છે. ૧+૧=૨. ૨+૨=૪. ૪+૪=૮. આ રીતે ૯૬ વાર બમણા કરતા. જે રાશિ આવે તેટલા ગર્ભજ મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર છે.
જ્યારે સંમૂર્છિમ મનુષ્યોનો વિરહકાલ ન હોય ત્યારે મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાતા હોય છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી એક આકાશશ્રેણીના પ્રદેશોના અસંખ્યાતમા ભાગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only