________________
Gu)
C
)
GU)
3633% ફૂલ–આમ સ્તકાલય ઉત્તર- જીવે પૂર્વભવમાં જે શરીરો ગ્રહણ કરીને છોડી દીધા હોય તે મુશ્કેલગ શરીર કહેવાય છે તેમજ વર્તમાન ભવની સ્થિતિ પૂર્ણ થતાં આ બઢેલક શરીરને છોડી દીધા પછી તે પણ મુશ્કેલગ–મુક્ત શરીર કહેવાય છે. જ્યાં સુધી તે છોડેલા શરીરના અનંત ખંડ-ખંડ પણ અન્ય પરિણામને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુદ્ગલો તે જ શરીરના મુક્કલગ શરીર કહેવાય છે. પ્રશ્ન–૬: બહેલગ અને મુશ્કેલગ સમુચ્ચય ઔદારિક શરીર કેટલા હોય છે? ઉત્તર– બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાત છે. ઔદારિક શરીરી જીવો નિગોદની અપેક્ષાએ અનંતા છે પરંતુ તેમાં અનંત જીવોનું ઔદારિક શરીર એક જ હોવાથી ઔદારિકશરીર અસંખ્યાતા છે. તે અસંખ્યાતાનું પ્રમાણ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ છે અર્થાત અસત્કલ્પનાથી એક સમયે એક ઔદારિક શરીરને બહાર કાઢીએ, આ ક્રમથી સર્વ ઔદારિક શરીરોને બહાર કાઢતા અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અર્થાત્ અસત્કલ્પનાથી એક એક આકાશ પ્રદેશ પર એક-એક ઔદારિક શરીર સ્થાપિત કરતા સમગ્ર ઔદારિક શરીરોથી અસંખ્ય લોકના અસંખ્ય પ્રદેશો વ્યાપ્ત થઈ જાય છે. મુક્ત ઔદારિક શરીર અનંત છે. બદ્ધ શરીર અસંખ્ય છે પરંતુ તેના ખંડ ખંડ અનંત સ્કંધોમાં વિભાજિત થાય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલ સુધી ઔદારિકપણાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે વિભાજિત થયેલા અનંત સ્કંધો ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે તેથી એક બઢેલગ શરીરના પણ અનંત મુશ્કેલગ શરીર થાય છે. ઔદારિક શરીરના મુક્કલગ અનંત શરીર કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવી જીવોથી અનંત ગુણ અધિક તથા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે. પ્રશ્ન-૭ઃ બલગ અને મુશ્કેલગ સમુચ્ચય વૈક્રિય શરીર કેટલા છે? ઉત્તર-બઢેલગ વૈકિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી ઘનીકત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. મુશ્કેલગ વૈકિય શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવી જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org