________________
[૮૨ થયો છે.
વિવિધ ફૂલ-આમ સ્તકાલય પાંચ પ્રદેશી ઔધમાં :- ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૪, ૨૫ આ અગિયાર ભંગ હોય છે. તેમાં સાત ભંગ પૂર્વવત્ છે, શેષ ચાર ભંગ આ પ્રમાણે છે– (૧) પાંચ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરની આડી-ઊભી બે શ્રેણીમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે એક ચરમ એક અચરમ, આ સાતમો ભંગ ઘટિત થાય છે. (ર) જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે અનેક ચરમ એક અવક્તવ્ય, આ “તેરમો” ભંગ ઘટિત થાય છે. (૩) જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તેમાં ત્રણ પ્રદેશ એક પ્રતરમાં સમ શ્રેણીએ હોય, તેની ઉપર અને નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય, ત્યારે અનેક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય, આ ચોવીસમો ભંગ ઘટિત થાય છે. (૪) બે પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે અનેક ચરમ, અનેક અચરમ એક અવક્તવ્ય, આ “પચીસમો ભંગ ઘટિત થાય છે. છ પ્રદેશી ઔધમાં - ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૩, ૨૪, ર૫, ૨૬, આ પંદર ભંગ હોય. તેમાં અગિયાર ભંગ પૂર્વવતુ હોય છે. શેષ ચાર ભંગ આ પ્રમાણે છે(૧) છ પ્રદેશી ઔધ જ્યારે એક પ્રતરની આડી-ઊભી બે શ્રેણીઓમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે “આઠમો એક ચરમ અનેક અચરમ. (૨) જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ઉપર-નીચેના બે પ્રતરમાં બે-બે પ્રદેશ અને તેની ઉપર અને નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય, ત્યારે “ચૌદમો અનેક ચરમ અનેક અવક્તવ્ય. (૩) જ્યારે બે પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરમાં ચાર દિશામાં ચાર, મધ્યમાં એક પ્રદેશ અને બીજા પ્રતરમાં એક પ્રદેશ હોય, ત્યારે
ઓગણીસમો એક ચરમ, એક અચરમ એક અવક્તવ્ય. (૪) જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ચાર પ્રદેશ એક પ્રતરમાં સમશ્રેણીમાં અને તેની ઉપર-નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય ત્યારે છવ્વીસમો અનેક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. સાત પ્રદેશી ઔધમાં - ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦,૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, આ સત્તર ભંગ હોય છે, તેમાં પંદર ભંગ પૂર્વવત્ છે. શેષ બે ભંગ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org