________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે જ ર થ ૮૫] ભવની અપેક્ષાએ ભાષા ચરમ અને તે સિવાયના જીવો ભાષા અચરમ છે. ૫. શ્વાસોશ્વાસ ચરમ – વર્તમાન ભવનિમિતક અંતિમ શ્વાસોશ્વાસ હોય, તે શ્વાસોશ્વાસ ચરમ અને તે સિવાયના જીવો શ્વાસોશ્વાસ અચરમ છે. ૬. આહાર ચરમ – વર્તમાન ભવનિમિત્તક આહાર અંતિમ હોય, તે આહાર ચરમ અને તે સિવાયના જીવો આહાર અચરમ છે. ૭. ભાવ ચરમ – વર્તમાન ભવનિમિત્તક ઔદાયિકાદિ ભાવ અંતિમ હોય, તે ભાવ ચરમ અને તે સિવાયના જીવો ભાવ અચરમ છે. ૮થી૧૧. વર્ણ, ગંધ, રસ, સ્પર્શચરમ- વર્તમાન ભવનિમિત્તક શરીરના વર્ણાદિ ભાવો અંતિમ હોય, તે વર્ણચરમ, ગંધચરમ, રસચરમ અને સ્પર્શચરમ છે. તે સિવાયના જીવો વર્ણાદિ અચરમ છે.
ર૪ દંડકના એક જીવમાં ચરમ અથવા અચરમ કોઈ પણ એક અવસ્થા હોય અને અનેક જીવોમાં કેટલાક જીવો ચરમ અને કેટલાક જીવો અચરમ હોય છે.
કેવા શરીર
(શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧૨])
પ્રશ્ન–૧ઃ હે ભગવન્! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે– (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર (૫) કાર્મણ શરીર.
નીતિ રીતિ તિ શારીરિક ! જે જીર્ણ–શીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. (૧) ઔદારિક શરીર –ઔદારિક શબ્દ–ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થછે– (૧) ઉદાર પ્રધાન, (ર) ઉદાર=વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર=માંસ, મજ્જા, હાડકા વગેરે (૪) ઉદારભૂલ.
(૧) જે શરીર પ્રધાન હોય તે દારિક શરીર કહેવાય છે. તીર્થકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિ ગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org