________________
૮૪
*%800 ઈફૂલ-આમ સ્તોકાલય
(૨) વૃત્ત–લાડવાના આકારે (૩) ત્રિકોણ (૪) ચોરસ (૫) આયત–લાંબી લાકડીના આકારે. પાંચે પ્રકારના સંસ્થાન યુક્ત પુદ્ગલો અનંત છે. તેમાંથી કેટલાક (૧) સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૨) અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવાગાઢ (૩) અસંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ (૪) અનંત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૫) અનંત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે.
પાંચે ય પ્રકારના સંસ્થાનના પાંચ પ્રકાર છે, તેથી પ×૫-૨૫ પ્રકાર છે. પ્રશ્ન-૮ : હે ભગવન્ ! તે ૨૫ પ્રકારના સંસ્થાન શું (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) અનેક ચરમ છે (૪) અનેક અચરમ છે (૫) ચરમાંત પ્રદેશોરૂપ છે (૬) અચરમાંત પ્રદેશોરૂપ છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ રત્નાપ્રભા પૃથ્વીની જેમ તે અખંડ હોવાથી તેમાં એક પણ ભંગ ઘટિત થતો નથી. વિભાગ અપેક્ષાથી ૧. એક અચરમ ર. અનેક ચરમ ૩. ચરમાંત પ્રદેશો રૂપ ૪. અચરમાંત પ્રદેશો રૂપ છે. આ ચાર ભંગ ઘટિત થાય છે.
પ્રશ્ન-૯ઃ હે ભગવન્ ! સંસારી જીવોમાં ચરમ-અચરમપણું કેટલી અપેક્ષાએ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! સંસારી જીવોમાં ૧૧ પ્રકારે ચરમ-અચરમપણું ઘટિત થાય છે.
યથા—
ગતિ આદિ ૧૧ બોલમાં ચરમ-અચરમ– (૧) ગતિ ચરમ (૨) સ્થિતિ ચરમ (૩) ભવ ચરમ (૪) ભાષા ચરમ (પ) શ્વાસોશ્વાસ ચરમ (૬) આહાર ચરમ (૭) ભાવ ચરમ (૮) વર્ણ ચરમ (૯) ગંધ ચરમ (૧૦) રસ ચરમ (૧૧) સ્પર્શ ચરમ. ૧. ગતિ ચરમ – પૃચ્છા સમયે જે જીવ અંતિમ ગતિ પર્યાયમાં હોય, તે ગતિચરમ છે. તદ્ભવ મોક્ષગામી જીવો ગતિચરમ છે. તે સિવાયના જીવો ગતિઅચરમ છે. તે જ રીતે ચારે ગતિની અપેક્ષાએ ગતિચરમ-ગતિઅચરમ જાણવા.
૨. સ્થિતિ ચરમ – પૃચ્છા સમયે જે સ્થિતિ—આયુષ્યનો અનુભવ કરી રહ્યા હોય, તે સ્થિતિ તેની અંતિમ હોય, ફરીવાર તે સ્થિતિ—આયુષ્ય પ્રાપ્ત ન કરવાના હોય, તે સ્થિતિ ચરમ અને ફરીવાર તે સ્થિતિ પ્રાપ્ત કરવાના હોય, તે સ્થિતિ અચરમ છે.
-
૩. ભવ ચરમ – પૃચ્છા સમયે જે જીવ અંતિમ ભવમાં વર્તતા હોય, તે ભવચરમ અને જેનું ભવભ્રમણ બાકી હોય, તે ભવ અચરમ છે.
૪. ભાષા ચરમ જેને વર્તમાન ભવનિમિત્તક અંતિમ ભાષાનો પ્રયોગ થતો હોય, ફરી તે ભવમાં જન્મ ધારણ કરી ભાષા પ્રયોગ થવાનો ન હોય તે જીવ તે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org