________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ક ક્રિ ઉદ્દે ૧૭ | પ્રશ્ન-૮ઃ શું સમસ્ત જીવોના પર્યાયો એક સમાન હોય છે? ઉત્તર- ના. કેટલીક અપેક્ષાએ ર૪ દંડકના જીવોના પર્યાયો એક સમાન અને કેટલીક અપેક્ષાએ ૨૪ દંડકના જીવોના પર્યાયો અસમાન હોય છે. પ્રશ્નઃ સમસ્ત જીવના પર્યાયોમાં કઈ અપેક્ષાએ સમાનતા છે? ઉત્તર- (૧) દ્રવ્યની અપેક્ષાએ અને (ર) પ્રદેશોની અપેક્ષાએ સમસ્ત જીવોમાં સમાનતા છે. સમસ્ત જીવોનું જીવ દ્રવ્ય અને અસંખ્યાત આત્મપ્રદેશ એક સમાન હોય છે. તેમાં અંશ માત્ર પણ ન્યૂનાધિકતા હોતી નથી. પ્રશ્ન–૧૦: સમસ્ત જીવોના પર્યાયોમાં કઈ અપેક્ષાએ અસમાનતા હોય છે? ઉત્તર-(૧) અવગાહનાથી (૨) સ્થિતિથી (૩) વર્ણથી (૪) ગંધથી (૫) રસથી (૬) સ્પર્શથી (૭) જ્ઞાનથી (૮) દર્શનથી. આ આઠ અપેક્ષાએ જીવોના પર્યાયોમાં જૂનાધિકતા હોય છે. પ્રશ્ન–૧૧ઃ પર્યાયોમાં ન્યૂનાધિકતા કેટલા પ્રકારે થાય છે? ઉત્તર- ન્યૂનાધિકતાના કુલ છ સ્થાન છે. તેને આગમ ભાષામાં છઠ્ઠાણવડિયા કહે છે, તેમાં છ સ્થાન હાનિના અને છ સ્થાન વૃદ્ધિના છે. ન્યૂનાધિકતા પરસ્પર સાપેક્ષ હોય છે અર્થાત્ એક વસ્તુ બીજી વસ્તુથી હીન હોય, તો તે બીજી વસ્તુ પહેલી વસ્તુથી અધિક હોય છે. પ્રસ્તુતમાં ન્યૂનાધિકતાના છ સ્થાન આ પ્રમાણે છે– | હાનિના છ સ્થાન
વૃદ્ધિના છ સ્થાન (૧) અનંતમો ભાગ હીન
(૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ હીન
(ર) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ હીન
(૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાતગુણ હીન -
(૪) સંખ્યાતગુણ અધિક (૫) અસંખ્યાતગુણ હીના
(૫) અસંખ્યાતગુણ અધિક (૬) અનતગુણ હીન
(૬) અનંતગુણ અધિક અસત્કલ્પનાથી છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતાનું સ્વરૂપ :- છઠ્ઠાણવડિયાના સ્વરૂપને સમજાવવા અસત્ કલ્પના કરી છે. અસત્કલ્પનાથી અનંતાનંત પર્યાયો ૧૦,૦૦૦ પ્રમાણ છે. અનંતમા ભાગને સમજવા માટે અનંત જીવરાશિ ૧૦૦ પ્રમાણ છે. અસંખ્યાતમા ભાગને સમજવા માટે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો ૫૦ પ્રમાણ છે અને સંખ્યાતમા ભાગને સમજવા માટે સંખ્યાતાની રાશિ ૧૦ પ્રમાણ છે અર્થાત્ અનંતાનંત પર્યાય = ૧૦,૦૦૦, અનંત = ૧૦૦, અસંખ્યાત = ૫૦ અને સંખ્યાત = ૧૦ ધારવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org