________________
» સ્તકાલય
૬૮ ૩૩ જઈ 9999 ** વિભાગોના પ્રદેશો ચરમાંત પ્રદેશો રૂપ અને એક અચરમના અસંખ્ય પ્રદેશો અચરમાંત પ્રદેશોરૂપ છે.
આ રીતે રત્નપ્રભાપૃથ્વીમાં વિભાગની અપેક્ષાએ અનેક ચરમ આદિ ચાર ભંગ ઘટિત થાય છે. આ જ રીતે સાતે નરક પૃથ્વી, ઈષ~ાભારા પૃથ્વી, બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, લોક અને અલોક કુલ ૩૬ સ્થાનમાં ૪–૪ ભંગ ઘટિત થાય છે. તેથી ૩૬૮૪=૧૪૪ આલાપક થાય. પ્રશ્ન-૨: હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના એક અચરમ અને અનેક ચરમ, ચરમાંતપ્રદેશો તથા અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશ(બને)ની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ; આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી થોડા રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશો છે. (૨) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ, અનેક ચરમ વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. (૫) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. () તેનાથી ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે.
આ જ રીતે શર્કરાપ્રભાથી લઈને નીચે સાતમી તમસ્તમામૃથ્વી સુધી તથા સૌધર્મ દેવલોકથી લઈને અશ્રુત દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષ~ામ્ભારાપૃથ્વી અને લોક સુધીના પ્રત્યેક સ્થાનમાં પૂર્વોક્ત રીતે અલ્પબદુત્વનું કથન કરવું. રત્નપ્રભા પૃથ્વી આદિમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદ્ભુત્વઃ
વિકલ્પ | પ્રમાણ (૧) અચરમ | સર્વથી અલ્પ ! મધ્યવર્તી ખંડ એક જ છે. (૨) અનેક ચરમ | અસંખ્યાત ગુણાનુ પર્યતવર્તી નિષ્ફટો(ખૂણાઓ) અસંખ્યાત છે. [(૩) અચરમ અને વિશેષાધિક ચરમ અને અચરમ બંને મળતાં એકનો વધારો થાય છે. અનેક ચરમ દ્રવ્યો
કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org