________________
७८
***** 006. ફૂલ-આમ સ્તોકાલય
...
(૨૫) અનેક ચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય પાંચ પ્રદેશી બંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં ચાર આકાશ પ્રદેશો પર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર કે નીચેના કોઈ પણ એક પ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશોમાં મધ્યના બે પ્રદેશ અનેક (બે) અચરમ છે, આજુબાજુના બે પ્રદેશ અનેક (બે) ચરમ છે અને ઉપરના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં દસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૬) અનેક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- છ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં
ચાર આકાશ પ્રદેશ ઉપર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશમાંથી મધ્યના બે પ્રદેશ અનેક અચરમ
છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે, ઉપર-નીચેના પ્રતરવર્તી એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં પચીસમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે.
આકૃતિના સંકેત :પુદ્ગલ પ્રદેશ.
એક પ્રતર, = એક આકાશ પ્રદેશ,
-
•
=
દરેક ભંગમાં અનેક સ્કંધોનો સમાવેશ ઃ- અલ્પપ્રદેશી સ્કંધમાં પ્રાપ્ત થતાં ભંગ વધુ પ્રદેશી સ્કંધમાં પણ ઘટિત થાય છે. તે ભંગોમાં આકાશ પ્રદેશ તો અલ્પપ્રદેશી સ્કંધની સમાન જ હોય છે, પરંતુ તેમાં એક-એક આકાશ પ્રદેશ પર સ્કંધ પ્રમાણે વધુ-વધુ પ્રદેશો સ્થિત થાય છે. જેમ કે– અનેક ચરમ એક અચરમ નામના નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશ ઉપર ત્રણ પ્રદેશી સ્કંધ સ્થિત થાય ત્યારે દરેક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ રહે છે અને જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર છ પ્રદેશી સ્કંધ સ્થિત થાય ત્યારે એક-એક આકાશ પ્રદેશ પર બે વગેરે પ્રદેશ રહે છે. આ રીતે જેટલા પ્રદેશી સ્કંધ હોય તેના સર્વ પ્રદેશો આ નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશોમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે ત્રણ પ્રદેશીથી લઈને અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org